News Portal...

Breaking News :

ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ઉપદ્રવ મચાવનાર કીહોરી ગેંગના બે મુખ્ય સાગરીત ઝડપાયા

2025-07-04 12:36:06
ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ઉપદ્રવ મચાવનાર કીહોરી ગેંગના બે મુખ્ય સાગરીત ઝડપાયા


વડોદરા:  છાણી વિસ્તારમાંથી પોલીસે ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ઉપદ્રવ મચાવનાર કીહોરી ગેંગના બે મુખ્ય સાગરીત ઝડપાતા અનેક ગુનાઓનો ભેદ ખુલ્યો છે. 



વડોદરાના છાયા પૂરી રેલવે સ્ટેશનની બહાર છાણી પોલીસની ટીમે શકમંદોની તપાસ કરતા કીહોરી ગેંગના કુશાલ ઉર્ફે ખુશાલ રસનભાઈ કિહોરી અને પપ્પુ ડોલ સિંગ કીહોરી (બંને રહે.છાયણ ગામ, જાંબુઆ મધ્ય પદેશ) ઝડપાઈ ગયા હતા. કીહોરી ગેંગ દ્વારા ગુજરાત તેમજ મધ્યપ્રદેશના જુદા-જુદા શહેરોમાં મકાનો પર વોચ રાખ્યા બાદ મધ્યપ્રદેશથી અઠંગ ચોરોને લક્ઝરી બસમાં બોલાવવામાં આવતા હતા. 


ત્યારબાદ રીક્ષા કે ચોરી કરેલી મોટર સાયકલ પર તેઓ કામ પાર પાડતા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ટોળકીએ સુરત, નવસારી અને મહેસાણા જેવા વિસ્તારોમાં મકાનો તેમજ વાહન સહિતની 23 જેટલી ચોરી કરી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે પાંચ સાગરીતોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post