વડોદરા : ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લોકો અને પક્ષીઓ માટે સજા ન બને તે માટે ચાઈનીઝ તુક્કલ અને લેેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાવવા ઉપર પ્રતિબંધ મુકાયો છે.
ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે.
ત્યારે શહેરના ઇવા મોલ પાસેથી ચાઇનીઝ લેન્ટર્નના જથ્થા સાથે શહેરની SOG પોલીસે બે આરોપીને ઝડપી પાડી 90 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Reporter: admin