વડોદરા : આજવા રોડના ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં બિલ્ડરની ઓફિસમાંથી 6 લાખની રોકડ અને ડીવીઆર ચોરવાના ગુનામાં પાણીગેટ પોલીસે ઓફિસના બે કર્મચારીઓની રોકડા રૂા.5.50 લાખ સાથે ધરપકડ કરી છે.
બંને મિત્રો ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને ડ્રોઅરમાંથી 6 લાખ ચોરીને સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડિવીઆર પણ લઈ ગયા હતાં. લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે.આજવા રોડ બહાર કોલોનીમાં રહેતા હમજા મેમણ ન્યુ હેવન એસોસિએટના નામથી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે.
તેમની હરીશ પેટ્રોલપંપની બાજુમાં ન્યુ હેવન એંકલેવ બિલ્ડીંગમાં ધરાવે છે. બિલ્ડર 8મીએ સવારે સાઈટ પર હતા ત્યારે પિતાએ ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતું. જેથી તેઓએ ઓફિસ જઈ તપાસ કરતા 6 લાખની ચોરી થયાનું જણાયું હતું.
Reporter: admin







