સુરત : તીરૂચાપલ્લી સ્પેશ્યલ એક્સ ટ્રેનમાં મુસાફરી કરતી લેડિઝ પર્સનું સોનાના દાગીના મોબાઈલ ફોન સહિતની ચોરી કરી નાસી જનાર મહિલા આરોપી તથા એક ઇસમને ગણતરીના કલાકોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત, વડોદરા યુનિટ (જી.આર.પી)એ ઝડપી લીધા હતા.

તા.૨૭/૦૨/૨૦૨૫ ના કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે ટ્રેન નં. ૦૯૪૧૯ તીરૂચીરાપલ્લી સ્પે. ટ્રેનમાં કોચ નં. એસ/૮ સીટ નં. ૧૦ ઉપર મુસાફરી કરતા પેસેન્જરનું લેડિઝ પર્સ ચોરી કરી નાસી ગયેલ જે આધારે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન BNS કલમ ૩૦૫(સી) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ હતો.ચોરી કરનાર આરોપીઓને પકડી પાડી તેઓની અંગઝડતીમાંથી સોનાના દાગીનાઓ મંગળસુત્ર, ચેઇન, બ્રેસલેટ, બંગડી, અંગુઠીઓ તથા એક મો ફોન મળી કુલ કિંમત રૂ.૧૮,૪૫,૫૯૫ ની મત્તાનો મુદામાલ મળી આવતા
પંચનામા વિગતે તપાસ અર્થે કબ્જે કરી એક મહિલા તથા એક ઇસમને B.N.S.S.કલમ ૩૫ (૧) જે મુજબ કાયદેસર કાર્યવાહી કરી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.
(૧) વિષ્ણુભાઇ રામાભાઇ જાતે.કંકોડીયા ઉ.વ.૩૦ ધંધો. મજુરી રહે. હાલ. તાપી નદીના ઉત્તર તરફ આવેલ માનસરોવર બિલ્ડીંગ સામે આવેલ ઓવરબ્રિજ નીચે ફુટપાથ ઉપર અમરોલી સુરત. મુળ.ગામ. છાપી તા.વડગામ જી.બનાસકાંઠા.
(૨) બરખાબેન ઉર્ફે વર્ષા રણજીતભાઇ ગણેશભાઇ જાતે. દંતાણી ઉ.વ.૨૧ ધંધો. મજુરી રહે. હાલ. નારાયણનગર વાસણા રોડ અમદાવાદ. મુળ. રહે. ગોધાઇગામ તા.ધોળકા જી.અમદાવાદ
Reporter: admin







