સાવલી તાલુકાના ટુંડાવ ગામે આશરે 550 વર્ષ પૌરાણિક અને કોમી એકતાના પ્રતીક શમી તેમજ સમગ્ર પંથક ની આસ્થાનું કેન્દ્ર સમી સૈયદ મૂર્તુંઝાઅલી દાદા કાદરી ના ઉર્ષ નિમિત્તે કવ્વાલી અને લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૨૫ હજાર થી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા

સાવલી વડોદરા રોડ પર આવેલ ટૂંડાવ ગામે પૌરાણિક અને સમગ્ર પંથકમાં આસ્થાનું કેન્દ્ર કોમી એક્તાના પ્રતીક સમી સૈયદ મુરતુઝાઅલી કાદરી ની ભવ્ય દરગાહ આવેલી છે વર્ષો પૂર્વ સૈયદ મૂર્તુંઝા અલી દાદા એ ટૂંડાવ ની ધરતી ને કર્મભૂમિ બનાવી ઈશ્વર ભક્તિ માં લીન રહી લોકસેવા ના કર્યો માં અગ્રેસર હતા કોમી એકતા અને ગૌપાલક અને દેશભક્તિ ના પ્રખર હિમાયતી હતા અને ફાની દુનિયા છોડ્યા બાદ તેમના મઝાર પર સેકડો શ્રદ્ધાળુ નાત જાત ના ભેદભાવ વગર હાજરી આપે છે શ્રધ્ધાળુઓની મનોકામના અહિયાં પૂરી થાય છે ખાસ કરીને નિઃસંતાન મહિલા ઓ માટે આ દરગાહ આશા ના કિરણ સમાન છે સમગ્ર ગ્રામજનો અને પંથકવાસી ઓ તમામ જ્ઞાતિ ના પોતાના શુભ કામની શરૂઆત અહિયાં માથું ટેકવી તેમજ શ્રીફળ વધેરી ને કરે છે

તેવામાં ઉર્સ પ્રસંગ નિમિત્તે કવાલી અને લોકડાયરો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનીશ નવાબ અને યુસુફ સોલા એ કવાલી પ્રસંગ નિમિત્તે કોમી એકતા દેશભક્તિ ની ગઝલો અને કવાલી રજૂ કરીને હાજર જનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેમાં મૃતુઝા અલીદાદા ની દરગાહ અને ભાથીજી દાદા નું મંદિર બંને એક સાથે આવેલા છે ત્યારે દેશ ની હાલ પરિસ્થિતિ એ સમગ્ર દેશવાસીઓ એ આ ગામ પાસે થી શીખ લેવી જોઈએ તે મુજબ ની કવ્વાલી અનીશ નવાબે રજૂ કરતાં તમામ હિન્દુ મુસ્લિમ જનતા ઝૂમી ઉઠી હતી જ્યારે બીજા દિવસે ગુજરાતના પ્રખ્યાત લોકગાયક કમલેશ બારોટ અને તેમના વૃંદ દ્વારા છંદ દુહા ગઝલ લોકગીત દેશભક્તિ જેવા ગીતો રજૂ કરતા ભારે રમઝટ જમાવી હતી આમ જે સ્ટેજ પર પહેલા દિવસે મુસ્લિમ સમાજના ગઝલો અને કવાલી રજૂ થઈ તે જ સ્ટેજ પર બીજા દિવસે "ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ આયો "ના સૂર રેલાયા હતા આમ ભારે કોમી એકતાના દર્શન થયા હતા. આ પ્રસંગે વણાકબોરી કાદરી બાપુ ના ગાદીપતિ રોહન બાબાએ ખાસ હાજરી હતી સાથે સાથે માજી સંસદીય સચિવ ખુમાનસિંહ ચૌહાણ તેમજ માજી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ અને જિલ્લા પંચાયતના સદસ્ય ડો પ્યારે સાહેબ રાઠોડ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા
Reporter: admin