News Portal...

Breaking News :

ટ્રમ્પએ ચીન સાથેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું

2025-06-12 10:29:16
ટ્રમ્પએ ચીન સાથેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું


વોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (11 જૂન) ઘોષણા કરી હતી કે, ચીન સાથેના વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. 


આ કરાર હેઠળ ચીન અમેરિકાને દુર્લભ ખનિજો અને ચુંબક પૂરા પાડશે. જ્યારે બદલામાં અમેરિકા ચીની વિદ્યાર્થીઓને તેમની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે. આ પ્રકારનો નિર્ણય લીધા બાદ ચીન અને અમેરિકા વચ્ચેના તણાવ ઓછો થશે. ટ્રમ્પે આ નિર્ણયને પોતાની રાજકિય જીત ગણાવી હતી અને કહ્યું કે, 'આ કરાર હજુ મારા અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અંતિમ મંજૂરીને આધીન છે.'ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા માધ્યમ પર લખ્યું કે, 'ચીન સાથેના અમારા કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ચીન અમને જરૂરી બધા ચુંબક અને બધા દુર્લભ ખનિજો પૂરા પાડશે. 


જેના બદલામાં અમે જે વચન આપ્યું હતું તે કરીશું, જેમાં ચીની વિદ્યાર્થીઓને અમારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે (જે મારા માટે હંમેશા સારું રહ્યું છે!). અમને 55% ટેરિફ મળી રહ્યો છે, જ્યારે ચીનને 10% મળે છે. અમારા સંબંધો ઉત્તમ છે! આ બાબતમાં ધ્યાન આપવા બદલ આભાર.'આ વર્ષે મે મહિનામાં દુર્લભ ખનિજોના કારણે બંને દેશ વચ્ચે વેપાર સંબંધોમાં ખટાશ જોવા મળી હતી. જેમાં બંને દેશ વચ્ચે ટેરિફ વોર વધ્યો હતો. પરંતુ આ સમજૂતીથી બંને દેશ વચ્ચેની નારાજગી દૂર થવાની શક્યતા છે. મંગળવારે અમેરિકા અને ચીનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને દેશે એવું વ્યાપાર માળખું તૈયાર કર્યું છે, જેનાથી વેપાર કરાર ફરીથી યોગ્ય દીશમાં થશે. આમાં ચીન દ્વારા દુર્લભ ખનિજો પર લાદવામાં આવેલા નિકાસ પ્રતિબંધોને હટાવવાનો પણ સમાવેશ થાય છે.આ કરાર લંડનમાં તાજેતરમાં થયેલી વાટાઘાટોનું પરિણામ છે, જ્યાં દુર્લભ ખનિજોની નિકાસ સૌથી મોટો મુદ્દો હતો.

Reporter: admin

Related Post