વોશિંગ્ટન : અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ સતત ગેરકાયદે પ્રવાસીઓને તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
એવામાં હવે આવા ગેરકાયદે પ્રવાસીઓને સ્વેચ્છાએ ડિપોર્ટ થવા માટે ખાસ ઓફર આપવામાં આવી રહી છે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાવ દ્વારા ગેરકાયદે પ્રવાસીઓને 1 હજાર ડોલરના બદલે હવે ત્રણ હજાર ડોલરનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આટલું જ નહીં અમેરિકામાં ગેરકાયદે રહેતી કોઈ પણ વ્યક્તિ આ વર્ષના અંત સુધીમાં CBP One નામની એપના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવે તો તેમને અમેરિકાથી સ્વદેશ પરત ફરવા માટે મફતમાં ફ્લાઈટ ટિકિટ પણ આપવામાં આવશે.
સોમવારે કરાયેલી જાહેરાતમાં વધુમાં કહેવાયું છે કે જે તે વ્યક્તિને કોઈ પણ પ્રકારના દંડ અને સજામાંથી પણ મુક્તિ આપવામાં આવશે. અમેરિકાના ગૃહ સુરક્ષા વિભાગે ચેતવણી પણ આપી છે કે જો કોઈ ગેરકાયદે પ્રવાસી આ યોજનામાં સામેલ નહીં થાય તો ભવિષ્યમાં તેની ધરપકડ થઈ શકે છે અને તેના પર હંમેશા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.
Reporter: admin







