News Portal...

Breaking News :

સોમવારે આવેલા વાવાઝોડા વંટોળમાં સૌથી વધારે નુકસાન વૃક્ષને કારણે થયું

2025-05-07 11:20:45
સોમવારે આવેલા વાવાઝોડા વંટોળમાં સૌથી વધારે નુકસાન વૃક્ષને કારણે થયું


કોનોકાર્પસને કાપશે કોણ ?*





તત્કાલીન ભ્રષ્ટ કમિશનર વિનોદ રાવનાં સમયમાં કોનોકાર્પસ નામનાં પાણી ચૂસણીયા વૃક્ષની ભેટ વડોદરાવાસીઓને મળી.ભરપેટ  ભ્રષ્ટાચાર થયો. અગાઉ નવા વૃક્ષ લગાડવા માટે કરોડો રૂપિયા ખર્ચાયા હવે ઉખાડવા માટે પણ કરોડોનો કોન્ટ્રાક્ટ અપાયો. છતાં પણ હજી કોનો કાર્પસ વૃક્ષ મોટા થતા જાય છે પણ મૂળમાંથી કપાતા કેમ નથી ? ગઈકાલે આવેલા વાવાઝોડા વંટોળમાં સૌથી વધારે નુકસાન વૃક્ષને કારણે થયું હતું. આખું વર્ષ ટ્રીમિંગ કરવા પડે. 


પરંતુ આજે પણ વડોદરા શહેરની સેર લગાવો તો ડાળી ડાળખા, રોડને નડતરરૂપ ઝાડ પાન, ડિવાઇડર ઉપરના વૃક્ષ ટ્રીમિંગ થતા નથી. સોમવારે થયેલા ત્રણ મૃત્યુમાં બે મૃત્યુ ઝાડ પડવાને કારણે થયા છે.ઝાડ નીચે પાર્ક થતા વાહનોને કારણે પણ ઘણાં વ્હનોને નુકસાન થયું છે.કમાટી બાગમાં પણ ચંદનનાં વિશાળ ઝાડના ડાળા કપાયા ન હતા તેથી વજનને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

Reporter: admin

Related Post