જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી દર વર્ષે ૫ મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના મકરપુરા રોડ પર આવેલા આકાશવાણી રેડિયો સ્ટેશન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત પોલીસ અધિક્ષકશ્રી લક્ષ્મણસિંહ વાઘેલા અને કથક કલાકાર શ્રી ધીરુ મિસ્ત્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અતિથિઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે હાજર સૌને તમામને પર્યાવરણની સુરક્ષા માટે અનુરોધ કર્યો હતો. બંને અતિથિ વિશેષ એ આકાશવાણી પરિવારનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, વૃક્ષ છે તો વરસાદ છે અને વરસાદ છે તો જીવન છે, તેથી પર્યાવરણનું જતન કરો.આકાશવાણી વડોદરાના સ્ટેશન પ્રમુખ અને કાર્યક્રમ અધ્યક્ષ શ્રી જગદીશ પરમારે જણાવ્યુ હતું કે, દેશના દરેક નાગરિકે એક વૃક્ષ વાવીને તેનું જતન કરવું જોઇએ.
પર્યાવરણ સુરક્ષા પર ભાર નહીં મૂકવામાં આવે તો આગામી વર્ષોમાં ભયંકર મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે, તેવી ચિંતા વ્યક્ત કરવાની સાથે પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવાની વિનંતી કરી હતી.વૃક્ષારોપણ કાર્યક્રમમાં કેન્દ્ર અધ્યક્ષશ્રી જગદીશ પરમાર, સહાયક નિદેશક(કાર્યક્રમ), અભિયાંત્રિકી વિભાગના અધ્યક્ષશ્રી સુરેન્દ્રકુમાર જૈન, સહાયક નિર્દેશક તથા પ્રશાસનિક અધિકારી નગીન વાળા અને કાર્યલયના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus