વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસે સેવાકીય કાર્યક્રમો યોજાયા

75 ઝાડનું રોપણ અને ગોત્રી સમશાનમાં સ્વચ્છતા અભિયાન
વડોદરા શહેરના વોર્ડ નં. 10 વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમોની શ્રેણી અંતર્ગત વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન યોજાયા હતા. ગોત્રી વિસ્તારમાં આવેલા કોમન પ્લોટમાં કુલ 75 જેટલા સિઘુર, લીંબડા અને વડના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં. 10 ના કાઉન્સિલર ઉમંગ બ્રહ્મભટ્ટ, લીલાબેન મકવાણા અને અવનીબેન સ્ટેમ્પવાલા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વૃક્ષારોપણ પ્રસંગે કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે પર્યાવરણના સંરક્ષણ માટે આવું પગલું મહત્વપૂર્ણ છે અને વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે લોકો સાથે મળીને કુદરતને સાચવવાનો સંકલ્પ લેવાયો છે.તે ઉપરાંત, ગોત્રી સમશાનમાં સ્વચ્છતા અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ સમશાન પરિસરમાં સ્વચ્છતા કાર્ય હાથ ધર્યું હતું. કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૌએ મળીને પરિસરને સ્વચ્છ બનાવવાની પહેલ કરી હતી.
Reporter: admin







