News Portal...

Breaking News :

વડોદરામાં વરસાદની જમાવટ સાથે જ વૃક્ષ ધરાશાયી થયું, SSG હોસ્પિટલમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થતા તબીબોના જીવ અઘ્ધર થયા

2024-07-24 13:29:28
વડોદરામાં વરસાદની જમાવટ સાથે જ વૃક્ષ ધરાશાયી થયું, SSG હોસ્પિટલમાં વિશાળ વૃક્ષ ધરાશાયી થતા તબીબોના જીવ અઘ્ધર થયા



વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. સાથે જ અનેક જગ્યા પર વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી રહી છે. આજે વહેલી સવારથી પડી રહેલ વરસાદ વચ્ચે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.



આજે વહેલી સવારથી સંસ્કારી નગરીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ત્યારે આ દરમિયાન શહેરની એસ.એસ.જી. હોસ્પિટલમાં એક વિશાળ લીમડાનું વૃક્ષ ધરાશાય થઇ ગયું હતું. જોકે, સદનસીબે આ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં કોઈને કોઈ ઇજા ન સર્જાઈ.



એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની ઓફિસની પાસે મુખ્ય પ્રવેશદ્વાર બહાર આવેલ એક વિશાળ લીમડાનું વૃક્ષ એકાએક ધરાશાયિ થઇ ગયું હતું. જેના કારણે ઓફિસની બહાર લગાવેલ સાઈન બોર્ડ તૂટી ગયું હતું. જેને લઈને હાજર તબીબોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

Reporter: admin

Related Post