નેશનલ ઇનિશ્યેટિવ ફોર પ્રોફેશ્યન્સી ઇન રિડિંગ વીથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરસી, ફાઉન્ડેશનલ લિટરેસી અને ન્યુમેરસી, નેશનલ કરિક્યુલમ સહિતના વિષયોનું માર્ગદર્શન અપાયુંવડોદરા જિલ્લામાં સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી પીએમ શાળાઓના ૪૦ જેટલા શિક્ષકો સહિત આચાર્યો, બીઆરસી, સીઆરસીને આ યોજના હેઠળ કરવાની થતી કામગીરીની તાલીમ આપવામાં આવી હતી.

સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર ની સૂચના અન્વયે તારીખ 7 અને 12 ઓગસ્ટ 2025 ના રોજ બે અલગ અલગ બેચમાં પીએમશ્રી શાળાના શિક્ષકો, આચાર્ય, સી.આર.સી. કો.ઓ. અને બી.આર.સી. કો.ઓ. ની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં ૧૨ શાળાઓને પીએમશ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ તાલીમમાં તાલીમાર્થીઓને પીએમ શાળા યોજના તેમજ સમગ્ર શિક્ષાના વિવિધ પ્રકલ્પો- યોજનાઓ, ઉદ્દેશ્યો વિષે વિસ્તૃત જાણકારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણના સુચારુ અમલીકરણ માટે તમામ શાખાની કામગીરી વિષે પરિચિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત આ યોજના અન્વયે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નેશનલ ઇનિશ્યેટિવ ફોર પ્રોફેશ્યન્સી ઇન રિડિંગ વીથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરસી, ફાઉન્ડેશનલ લિટરેસી અને ન્યુમેરસી, નેશનલ કરિક્યુલમ સહિતના વિષયોની જોગવાઈઓનું પાલન કરવા વિશેની સમજ આપવામાં આવી હતી.

તાલીમની બંને બેચમાં ઉપસ્થિત રહી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર એમ. આર. પાંડેએ તાલીમાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરૂરી માર્ગદર્શન આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર શિક્ષા જિલ્લા કચેરીના તમામ ઓફિસર ઇન્ચાર્જ એ તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.તાલીમનું આયોજન એડીપીસી રાકેશ સુથાર દ્વારા કરવામાં આવ્યું. જ્યારે તાલીમ વર્ગોનું સંચાલન સી.આર.સી કોઓર્ડીનેટર બીનીતાબેન તરબદા અને પ્રકાશચંદ્ર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

Reporter: admin







