News Portal...

Breaking News :

ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લીધી આશરે 10 લોકોના મોત નિપજ્યા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ

2025-09-10 11:28:00
ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લીધી આશરે 10 લોકોના મોત નિપજ્યા જ્યારે 40થી વધુ લોકો ઘાયલ


મેક્સિકો:  એક ટ્રેને ડબલ ડેકર બસને અડફેટે લીધી હતી, આ ઘટનામાં આશરે 10 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ટ્રેને બસને ન માત્ર ઢસડી સાથે તેના બે ફાડા કરી નાખ્યા હતા.



સમગ્ર ઘટના એક સિગ્નલ પર બની
આ સમગ્ર ઘટના એક સિગ્નલ પર બની હતી, આ સિગ્નલ પરથી ટ્રેન પસાર થવાની હોવાથી તમામ વાહનો થંભી ગયા હતા. જોકે એક પેસેંજર બસનો ડ્રાઇવર ભાન ભુલી ગયો હોય તેમ બસને સિગ્નલ ક્રોસ કરીને આગળ લઇ જવા માગતો હતો, પરંતુ પુર ઝડપથી આવી રહેલી ટ્રેને આ બસને ટક્કર મારી હતી અને પોતાની સાથે ઢસડી ગઇ હતી. આ સમગ્ર ઘટના સ્થળ પર લગાવાયેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. 


આ ઘટના બાદ મેક્સિકોમાં રેલવે ક્રોસિંગમાં પુરતી વ્યવસ્થાના અભાવને લઇને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઘટના બાદ સ્થાનિક પોલીસ, રેસ્ક્યૂ ટીમ અને એમ્બ્યુલંસ સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં દસ જેટલા લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૪૦થી વધુ ઘાયલ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા જોકે કેટલાકની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

Reporter: admin

Related Post