વડોદરા : તાજેતરમાં જ નામદાર હાઇકોર્ટ દ્વારા સરકારી કચેરીઓ ખાતે કામ કરતા સરકારી કર્મચારીઓ તેમજ કામ માટે આવતા લોકો માટે હેલ્મેટ ફરજિયાતનો કરવા અનુરોધ કરવામાં આવ્યો છે
ત્યારે વડોદરાના નર્મદા ભુવન સરકારી કચેરી ખાતે ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ લાભ પાચમ ના દિવસે સરકારી કર્મચારીઓ તેમજ સરકારી કચેરી ખાતે પોતાના કામ માટે આવતા લોકોને હેલ્મેટ ન હોવાના કારણે ફટકારવામાં આવ્યો છે.લોકોને ટ્રાફિક વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવતા અનેકો પ્રતિક્રિયા સામે આવી છે, સામાન્ય ને મધ્યમ વર્ગીય લોકોને દંડ ફટકારવામાં આવે છે
જ્યારે બીજી પ્રતિક્રિયામાં સરકારી કર્મચારીઓના ફોરવીલર ના ડ્રાઈવરો સીટબેલ્ટ નથી પહેરતા તેઓને દંડ કેમ ફટ કરવામાં નથી આવતો ? હવે જોવાનું રહેવું ટ્રાફિક વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી સરકારી કચેરીઓ ખાતે હેલ્મેટ ડ્રાઇવ કેટલી અસરકારક સાબિત થાય છે અને આ ડ્રાઈવ ના માધ્યમથી કેટલા સરકારી કર્મચારીઓ તેમજ સરકારી કચેરીઓ આવતા લોકો હેલ્મેટ પહેરવાની ફરજ પૂરી પાડે છે.
Reporter: admin