લોકશાહીના મહાપર્વની જેની રાહ જોવાય રહી હતી તે દિવસ આવી ગયો છે આવતીકાલે ૭મી મે 2024 એટલે કે મતદાનનો મહાપર્વ છે આ પર્વને સુરતમાં નવસારી બેઠક પર આવનારી વિધાનસભા ક્ષેત્રમાં આવતીકાલે મતદાન થવાનું છે જેને લઇ સુરત તંત્રદ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી જેને આજે મહિના રોજ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા આ ઇવીએમ ની ડિસ્પેન્સ એક કામગીરી છે તે કરવામાં આવી હતી. મજુરા વિધાનસભા ક્ષેત્ર માં આવતા ૨૫૦થી વધુ પૂલિંગ બુથ માટે EVM ડિસ્પેચની કામગીરી કરવામાં આવી હતી.
સુરતમાં માત્ર ૪ વિધાનસભામાં મતદાન થવાનું છે કારણ સુરતની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુમારનું ફોર્મ રદ થયા બાદ આખું પ્રકરણ હતું જે બહાર આવ્યું હતું તેમજ અપક્ષના જે ઉમેદવાર હતા તેઓએ પણ પોતાનું ફોર્મ ખેંચ્યું હતું ત્યારબાદ સુરત કલેક્ટર દ્વારા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ને બિનહરીફ જાહેર કર્યા હતા. જેથી કરી સુરતની સીટ પર તો હાલ મતદાન નથી થવાનો પરંતુ નવસારી સીટને લઈ આવતીકાલે સુરતની ૪ વિધાનસભામાં મતદાન થવાનું છે જેને લઈ તંત્ર દ્વારા બુથ પર EVM મોકલવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે.....
ગરમીના પ્રમાણ ને જોતા તંત્ર દ્વારા આવતીકાલે મતદાતાને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તેના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે દરેક સ્થળો પર પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાથે સાથે સી આર પાટીલ દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવી છે આવતી કાલે વધારા માં વધારે મતદાન થાય તે માટે ખૂલી ને ઘરની બહાર આવે અને મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે....
Reporter: News Plus