News Portal...

Breaking News :

આજે સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ મળ્યો

2025-07-17 17:11:55
આજે સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ મળ્યો


આજે સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે 9મી આવૃત્તિ અંતર્ગત અલગ અલગ 45થી વધુ શહેરો એ ભાગ લીધો હતો આજે વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ પણ મળ્યો





સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો નંબર દેશમાં 18માં નંબરે આવ્યો છે. જ્યારે રાજ્યમાં અમદાવાદ પછી બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વડોદરાનો નંબર ગયા વર્ષે દેશમાં 33મો હતો. આ વખતે એવોર્ડ 4 કેટેગરીમાં અપાયા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ સીટીઝ, શ્રેષ્ઠ ત્રણ સ્વચ્છ શહેર અને રાજ્યના પ્રોમિસિંગ ક્લીનસીટીનો રાજ્ય સ્તરના એવોર્ડનો સમાવેશ થતો હતો. વડોદરાને પ્રોમિસિંગ ક્લીન સીટીનો એવોર્ડ પણ મળ્યો છે, જે કેન્દ્રના મંત્રીઓના હસ્તે એનાયત કરાયો હતો. પ્રોમિસિંગ ક્લીન સીટી એટલે સ્વચ્છતા ક્ષેત્રે શહેર આગળ આવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. 


આ એવોર્ડ પ્રોત્સાહન તરીકે અપાયો છે. આ વખતના સર્વેક્ષણમાં થીમ "રીડ્યુસ, રીયૂઝ, રિસાયકલ "રાખવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ તથા બીજા અધિકારીઓ એવોર્ડ સ્વીકારવા દિલ્હી પહોંચ્યા હતા. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે વડોદરા ગત વર્ષે ૩૩માં ક્રમે હતું તેના બદલે હવે 18 મું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. આ માટે વર્ષ દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ અને સફાઈ લક્ષી જે કામગીરી કરવામાં આવી હતી તેમજ કચરો ઉઠાવવા માટેની જે ડોર ટુ ડોર વ્યવસ્થા સઘન બનાવી છે, તેના કારણે આ શક્ય બન્યું છે. શહેરને સુઘડ અને સ્વચ્છ બનાવવા હજુ સઘન પ્રયાસ કરવામાં આવે તો વડોદરા ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરી શકે તેમ છે.

Reporter:

Related Post