વડોદરા : આજે શારદીય આસો નવરાત્રી ની અષ્ટમી છે એટલે માં નો પ્રાગટ્ય દિવસ જેને મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે આઠમના દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ મુકામે માતા તુળજાભવાનીનું પ્રાચીન મંદિર આવેલું છે અહીં વહેલી સવારથી માંઇભક્તો મોટી સંખ્યામાં દર્શન પૂજન કરી રહ્યાં છે. અહીં સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચંડીયાગનુ આયોજન કરવામાં આવ્યું છે. સાંજે શ્રીફળ હોમવામા આવશે. સાથે જ મહા આરતી યોજાશે ત્યારબાદ રાત્રે ભવાઇનો પણ કાર્યક્રમ યોજવામાં આવશે અને આખી રાત માંઇભક્તો માટે મંદિરમાં માતાના દર્શન માટે ખુલ્લા રહેશે તથા આવતીકાલે વિજયાદશમી દશેરાએ માતાના જવારાનુ ભક્તિમય તથા ધાર્મિક વાતાવરણ વચ્ચે વિસર્જન કરવામાં આવશે
ત્યારે તમામ માંઇભક્તો શાંતિથી માં ના દર્શન પૂજન કરી શકશે તેવી તમામ વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવી છે સાથે જ સૌને ચંડીયાગ તથા ભવાઇ માટે જાહેરઆમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.માં તુળજાભવાની એ રાજવી પરિવાર તથા મહારાષ્ટ્રીયન સમાજના કુળદેવી પણ છે અહીં નવરાત્રી દરમિયાન વડોદરા શહેર જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્ર, મુંબઇ સહિત અન્ય રાજ્યોના માંઇભક્તો પણ દર્શનાર્થે અહીં આવે છે.
Reporter: admin