News Portal...

Breaking News :

આજે મૃદુ અને મક્કમ દાદા વડોદરા પધારવાનાં છે, વિશ્વામિત્રી અગોરા મોલના દર્શન કરાવજો, બાકી રહેલું ગેરકાયદેસર, જાયન્ટ ગેબિયન વોલને પણ એમનાં આદેશ બાદ દૂર કરી શકાય.

2024-09-29 10:58:07
આજે મૃદુ અને મક્કમ દાદા વડોદરા પધારવાનાં છે, વિશ્વામિત્રી અગોરા મોલના દર્શન કરાવજો, બાકી રહેલું ગેરકાયદેસર, જાયન્ટ ગેબિયન વોલને પણ એમનાં આદેશ બાદ દૂર કરી શકાય.


આજે મૃદુ અને મક્કમ દાદા વડોદરા પધારવાનાં છે. એમને ફક્ત SSG હોસ્પિટલનાં ઓડિટેરીયમમાં જ લઇ જતા નહીં.


આગળ- પાછળ સમય મળે તો વિશ્વામિત્રી અગોરા મોલના દર્શન કરાવજો.જેથી બાકી રહેલું ગેરકાયદેસર,નદીનાં વહેણને અટકાવતા સ્ટ્રક્ચર અને જાયન્ટ ગેબિયન વોલને પણ એમનાં આદેશ બાદ દૂર કરી શકાય.માનવસર્જિત પૂર માટે જવાબદાર અને મંજૂરી/pc/cc/oc આપનાર વખતો વખતનાં ટીડીઓ,ડે.ટીડીઓ, ડે.મ્યુ.કમિશનર, મ્યુ.કમિશનરો,મેયર,સ્ટે.ચેરમેન,શહેર પ્રમુખ વિ.નાં, નામનું લીસ્ટ આપજો.જેથી ગાંધીનગર જઈને મક્કમ થઈને આકરા પગલા લઈ શકે.વડોદરાની જનતાને ન્યાય અપાવી શકે.કલાનગરીનાં ભૂવા રોડ ઉપર પણ લઈ જઈ વિવિધ આકારનાં મહાકાય ભૂવા દર્શન કરાવજો.પૂરમાં ડૂબેલી હજારો સ્ક્રેપ કરાયલી ગાડીઓનાં દર્શન કરાવજો.ઝોનફેર કરી-કરોડોની આવક ઉભી કરનાર, હેરાફેરી કરનાર ભાજપનાં નેતાઓ,પૂર્વ મેયર અને ધારાસભ્ય, પરાક્રમ કરનારા,પૂર્વ મંત્રીની પણ ગ્રીન ઝોનમાં લઈ જઈ શુભેચ્છા મુલાકાત કરાવજો x


વિશ્વામિત્રી શુદ્ધિકરણ યોજનાનાં નામે કરોડોની રકમ સ્વાહા કરનારા ટીમ વડોદરાના પ્રણેતાની પણ શુભેચ્છા મુલાકાત કરાવજો.પૂર આવ્યા વગર પણ હંમેશા ઘુંટણભર વરસાદી પાણી રહેતા હોય તેવા મેયર-ચેરમેનનાં પૂર્વ વિસ્તારમાં લઈ જજો.ચાર દિવસથી વરસાદી પાણીનો નિકાલ ના થતો હોય તેવા નવરાત્રી સ્પેશિયલ નવા બજારમાં ફેરવજો.ચાર ઝોનની મુખ્ય વરસાદી કાંસ ઉપરના ગેરકાયદેસર બાંધકામનાં દર્શન કરાવજો. વિશ્વામિત્રી નદીના પટ ઉપરની હોટલો, વિશાળ સંકુલો, શાળાઓ,પાર્ટી પ્લોટો, એપાર્ટમેન્ટની સ્કીમો,ગ્રીન ઝોન ઉપરના બાંધકામો, ઝોન ફેર કરીને કરાયેલા બાંધકામોને પણ એરિયલ વ્યુ કરાવશો તો ભ્રષ્ટાચારની પરાકાષ્ઠાનો તેમને અંદાજ આવશે.ગણપતિના તહેવારમાં ફરી બે દિવસ આવવાનો વાયદો આપનાર પ્રભારી મંત્રી અગમ્ય કારણસર વડોદરા પાછા આવી શક્યા ન હતા. તેમને પણ ફરી મોકલજો, જેથી સ્થાનિક નેતાઓને અને વ્હાઇટ કોલર ભૂમાફિયાઓને પાઠ ભણાવી શકાય.

Reporter: admin

Related Post