ઈ.સ.1952માં આજના દિવસે ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બાંગ્લા ભાષાને માન્યતા માટે જંગ છેડયો હતો. અને વર્ષો બાદ 2002માં યુનોએ દર વર્ષે માતૃભાષા દિવસ ઉજવવા ઠરાવ કર્યો હતો.
ગુજરાતની માતૃભાષામાં ગુજરાતી છે એ બધાને ખબર છે પરંતુ,જાણતા અજાણતા દૈનિક જીવનમાં પણ અંગ્રેજી શબ્દપ્રયોગ કે જેમાં વાતચીત એટલી અસરકારક ભાવથી થતી નથી છતાં આધુનિક અને ભણેલા દેખાડવા માટે કરાય છે. સંસદમાં તાજેતરમાં વધુ એક વાર, તા. 7-2-2025 ના કાયદા અને ન્યાય મંત્રીએ રાજ્યની ઉચ્ચ અદાલતો (અંગ્રેજીમાં હાઈકોર્ટ)માં વૈકલ્પિક ભાષાના ઉપયોગ અંગે એક પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર આપ્યો હતો.જેમાં સરકારે જણાવ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદની ક. 348 (1) (A) મૂજબ આ ન્યાયાલયોમાં દરેક પ્રક્રિયા અંગ્રેજી ભાષામાં કરવાની હોય છે.
જોકે આમ છતાં સત્તાવાર કામકાજમાં રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિની પૂર્વ મંજુરી સાથે અન્ય ભાષાનો ઉપયોગ કરાવી શકે છે. દેશમાં ઉત્તરપ્રદેશની વડી અદાલતમાં 1969માં, મધ્યપ્રદેશમાં 1971માં અને બિહારમાં 1972માં ઉચ્ચ અદાલતોમાં હિન્દી ભાષાને સત્તાવાર કરાઈ છે. હાલ, ગુજરાત સહિત બાકીના રાજ્યોમાં અંગ્રેજી ભાષા છે જેના કારણે અરજદારોએ વકીલોનો ઉપયોગ કાનુની જોગવાઈ જાણવા જ નહીં પરંતુ, ભાષાંતર માટે પણ જરૂરી બન્યો છે.
Reporter: admin