News Portal...

Breaking News :

રાજકોટમાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતાં હેન્ડસફ્રીને કારણે સાળા-બનેવીનો ભોગ લેવાયો

2025-02-21 09:47:22
રાજકોટમાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થતાં હેન્ડસફ્રીને કારણે સાળા-બનેવીનો ભોગ લેવાયો


રાજકોટ: હેન્ડસ ફ્રીને કારણે સાળા-બનેવીનો ભોગ લેવાયો છે. 12 વર્ષનો સાળો કાનમાં હેન્ડસ ફ્રી પહેરી રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેન આવી ગયાની જાણ થઈ ન હતી. 


આ દ્રશ્ય જોઈ પાછળ આવી રહેલો બનેવી તેને બચાવવા જતાં બંનેના ટ્રેનની હડફેટે ચડી જતાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બંનેના મૃતદેહો અંતિમવિધિ માટે ઉત્તર પ્રદેશ લઈ જવાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ યુપીના બહેરાઈચ જીલ્લાનો વતની હગ્નુ રામસંવારે સોનકર (ઉ.વ. 28) કોઠારીયા સોલવન્ટ પાસેના ગુલાબનગરમાં ઓરડીમાં રહેતો હતો.  તે સ્ટીલ ફેકટરીમાં નોકરી કરતો હતો. ર મહિના પહેલા જ યુપીના ગોંડા જીલ્લામાં રહેતો તેનો સાળો બાબુહરિન્દર બંસરાજ સોનકર (ઉ.વ.12) તેની સાથે રહેવા આવ્યો હતો. જે એક કારખાનામાં મોલ્ડીંગનું કામ કરતો હતો. 


બુધવારે સાંજે સાળો બાબુહરિન્દર માલધારી ફાટક પાસે કાનમાં હેન્ડસ ફ્રી નાખી રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. તેની પાછળ તેનો બનેવી હગ્નુ આવતો હતો. હેન્ડસ ફ્રીને કારણે સાળા બાબુહરિન્દરને ટ્રેન આવી ગયાની જાણ થઈ ન હતી. જે દ્રશ્ય જોઈ બનેવી તેને બચાવવા દોડી જતાં બંને ટ્રેન નીચે આવી ગયા હતા. જેમાંથી હગ્નુંનું સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. જયારે બાબુહરિન્દરને ગંભીર હાલતમાં સિવીલમાં ખસેડાયો હતો. જયાં તેણે ટૂંકી સારવાર બાદ દમ તોડી દીધો હતો.

Reporter: admin

Related Post