વડોદરા : મનગમતો વર અને ઘર મળે તે માટે અષાઢ સુદ તેરસ થી કુંવારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના અલૂણા વ્રત જેને મોળાકાત વ્રત તરીકે પણ ઓળખાય છે તેવા જયા પાર્વતી વ્રત ના ઉપવાસ કર્યા હતા

જેમાં મીઠું (નમક) વિના આ વ્રત કરી દરરોજ કુંવારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી અને દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરે છે. આજે અષાઢ વદ બીજ ને શનિવારે જયા પાર્વતી વ્રત નો અંતિમ દિવસ છે ત્યારે આજે મોટી સંખ્યામાં કુંવારી કન્યાઓએ શહેરના વિવિધ મહાદેવ મંદિરોમાં પૂજા અર્ચના કરી હતી

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી કુંવારી કન્યાઓએ તથા નવ પરણિત પરણિતાઓએ પૂજા કરી હતી આજે રાત્રે કન્યાઓ જાગરણ કરશે વિવિધ બગીચામાં, પાર્ટી પ્લોટ, સોસાયટીમાં કન્યાઓ જાગરણ કરશે અને આવતી કાલે વ્રતના પારણાં કરશે.




Reporter: admin







