News Portal...

Breaking News :

આજનો દિવસ લોકશાહીનું ઋણ અદા કરવાનો દિવસ, આળસ કેમની આવે ?: મહિલા મતદાર વિલાસબેન પરમાર

2024-05-07 11:26:41
આજનો દિવસ લોકશાહીનું ઋણ અદા કરવાનો દિવસ, આળસ કેમની આવે ?: મહિલા મતદાર વિલાસબેન પરમાર

ગરમીના પ્રકોપ વચ્ચે હાથમાં નાના બાળકને તેડીને મતદાનની ફરજ પૂર્ણ કરીને વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારના ૨૫ વર્ષીય વિલાસબેન પરમારે અન્ય મતદારોમાં જુસ્સાનો સંચાર કર્યો હતો. મતદાનનું નિશાન ગર્વભેર બતાવીને તેમણે મતદાન માટે નિરસતા દાખવતા મતદારોને વેધક સવાલ કરતા કહ્યું કે, આજનો દિવસ લોકશાહીનું ઋણ અદા કરવાનો દિવસ છે, આળસ કેમની આવે ? આ સાથે તેમણે અન્ય મહિલા મતદારોને પણ ‘મતદાન પહેલા‘નો સંદેશ આપ્યો છે. વિલાસબેને વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી - એમ બંને માટે મતદાન કરીને ધન્યતા અનુભવી હતી. 

Reporter: News Plus

Related Post