News Portal...

Breaking News :

આધુનિક ભારતના નિર્માતાનું બિરુદ પામેલ લોકમાન્ય તિલકની આજે જન્મ જયંતી છે.

2024-07-23 14:01:40
આધુનિક ભારતના નિર્માતાનું બિરુદ પામેલ લોકમાન્ય તિલકની આજે જન્મ જયંતી છે.


આધુનિક ભારતના નિર્માતા તરીકેનું મહાત્મા ગાંધીએ જેઓને બિરુદ આપ્યું હતું તેવા લોકમાન્ય તિલકના જન્મદિવસ લને પાલિકા ભૂલ્યું, શિવસેના વડોદરા શહેર દ્વારા તેમની પ્રતિમાની સફાઇ કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી.


દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેઓને 'આધુનિક ભારતના નિર્માતા' તરીકે ઓળખાવ્યા હતા તેવા તિલક સ્વરાજ (સ્વ-શાશન) ના પ્રથમ મજબૂત હિમાયતી એવા બાલ ગંગાધર તિલક (લોકમાન્ય તિલક) નો આજે જન્મદિવસ છે તેમનો જન્મ 23મી જુલાઇ 1856ના રોજ થયો હતો તેઓ લાલ, બાલ, પાલ ત્રિપુટીના ભાગ હતા.તેઓ મરાઠીમાં તેમના અવતરણ માટે જાણીતા હતા "સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીશ" 


તેમણે બિપિનચંદ્ર પાલ, લાલા લજપત રાય, અરબિંદો ઘોષ, સહિતના ભારતીય કોંગ્રેસના નેતાઓ સાથે ગાઢ જોડાણ કર્યું હતું દેશની આઝાદી તથા આધુનિક ભારત નિર્માણ સાથે જ સમાજની એકતા માટે યોગદાન આપનારા લોકમાન્ય તિલક ના જન્મદિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા પાલિકા તથા રાજકીય લોકો જ્યાં ભૂલી ગયા ત્યાં આજે શિવસેના વડોદરા શહેર દ્વારા પ્રવક્તા દીપક પાલકરની આગેવાનીમાં શહેરના કોઠી પાસેના આનંદપુરા સ્થિત લોકમાન્ય તિલકની પ્રતિમાની સાફસફાઇ કરી જળાભિષેક કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post