News Portal...

Breaking News :

આજે પોષ સુદ ચોથ, વિનાયક ચતુર્થી તરીકે ઉજવાય છે

2025-12-24 13:56:07
આજે પોષ સુદ ચોથ, વિનાયક ચતુર્થી તરીકે ઉજવાય છે


પોષ સુદ ચોથ હોઈ તેને વિનાયક ચતુર્થી તરીકે મનાવાશે. વિક્રમ સંવત 2082ની આ પાંચમી ચોથ હોવાથી તેનો ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ વિશેષ મહિમા માનવામાં આવે છે. 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચોથના દેવતા ગણેશજી હોવાથી આ દિવસે તેમનું પૂજન, અર્ચન, પ્રાર્થના તેમજ ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પૂજામાં ગણેશજીને અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબ જળ, દુર્વા, યજ્ઞોપવિત, સોપારી, પંચામૃત, પાંચ ઋતુફળ અને મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. સાંજે 7.47 વાગ્યે ચંદ્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે પંચકનો પ્રારંભ થશે. પંચક શરૂ થવાને કારણે સાંજ પછી ગણેશજીની નામાવલી, સ્તોત્ર પાઠ અથવા ગણેશ યજ્ઞ કરવો ઉત્તમ માનવામાં આવે છે. 



મંદિરના મહારાજ ના જણાવ્યા અનુસાર લગ્નોત્સુક યુવક-યુવતીની કુંડળીમાં જો મંગળ દોષ હોય તો તેના નિવારણ માટે પણ આ દિવસે ઉપવાસ કરી શકાય છે. મંગળ ગ્રહ સાહસ, હિંમત, ઊર્જા, મકાન-મિલકત અને ભાઈ-ભાંડુનો કારક માનવામાં આવે છે. સાથે આજે વિનાયક નિમિત્તે માંજલપુરના ધારાસભ્ય પટેલે પણ ગણપતિ દાદા ના દર્શન કર્યા હતા

Reporter: admin

Related Post