પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી.વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા હતા.લોકો માટે છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરીને સભા સ્થળે પ્રવેશ આપવામાં અવ્યો હતો.પાકિસ્તાન અને કોંગ્રેસની આ પાર્ટનરશીપ સંપૂર્ણ રીતે એક્સપોર્ટ થઈ ગઈ છે, દેશના દુશ્મનોને ભારતમાં કમજોર સરકાર જોઈએ છે, અને એવી સરકાર જોઈએ છે, મુંબઈમાં આતંકવાદી હુમલા વખતે જેવી સરકાર હતી તેવી જોઈએ છે.
અમે આંતકીઓને ઘરમાં ઘુસીને માર્યા છે
કોંગ્રેસની કમજોર સરકાર, આંતકના આકાઓને ડોઝીયર આપતી હતી, ડોઝીયરનો મતલબ છે કે ફાઈલની તમામ જાણકારી આપવી, પછી દેશને કહેતા હતા કે અમે પાકિસ્તાનને ડોઝીયર આપી દીધી છે. અને મોદીની સરકારને જોવ.. અમે આંતકીઓને ઘરમાં ઘુસીને માર્યા છે, સંયોગ જોવ તમે આજે ભારતમાં કોંગ્રેસ કમજોર થઈ રહી છે, સુષ્મદર્શક યંત્ર લઈને પણ કોંગ્રેસને ગોતવી મુશ્કેલ થઈ રહી છે, અહિં કોંગ્રેસ મરી રહી છે અને ત્યા પાકિસ્તાન રોઈ રહ્યું છે, સહજાદાને પ્રધાનમંત્રી બનાવવા માટે પાકિસ્તાની નેતા દુવા કરી રહ્યા છે, આપણે તો જાણીએ જ છીએ કે કોંગ્રેસ તો પાકિસ્તાનની મુરીદી છે
પાકિસ્તાનના આંતકનું ટાયર પંક્ચર થઈ ગયું
જ્યારે આપણા દેશમાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે જ્યારે જોઈ ત્યારે બસ પાકિસ્તાન... પણ આજે જોવ પાકિસ્તાનના આંતકનું ટાયર પંક્ચર થઈ ગયું છે.
જે દેશ પહેલા આંતકીઓને એક્સપોર્ટ કરતા હતા તે દેશ હવે લોટ લેવા માટે પણ દર દર ભટકી રહ્યા છે, જેના હાથમાં બોમ્બ હતા તેઓના હાથમાં ભીખનો કટોરો છે.
Reporter: News Plus