હાથરસ: સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સત્સંગ સૂરજપાલ ઉર્ફે 'ભોલે બાબા'નો હતો.
આ દુર્ઘટના બાદ ફરાર થયેલા સૂરજપાલે મીડિયા સામે આવીને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'બીજી જુલાઈના રોજ થયેલી દુર્ઘટના બાદ હું ખૂબ જ દુઃખી છું.બાબાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે થોડીક સેકન્ડ માટે ચૂપ રહે છે. ત્યારબાદ તે કહે છે કે, ભગવાન આપણને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સરકાર અને વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખો. મને વિશ્વાસ છે કે જેણે પણ અરાજકતા ફેલાવી છે તેને બક્ષવામાં આવશે નહીં. અમારા વકીલ એપી સિંહ દ્વારા સમિતિના સભ્યોને પીડિત પરિવારો અને ઘાયલોની સાથે ઊભા રહેવા અને જીવનભર મદદ કરવા વિનંતી કરી છે.
હાથરસ દુર્ઘટનના મુખ્ય આરોપી સેવાદાર દેવપ્રકાશ મધુકરની પોલીસે શુક્રવારે રાત્રે દિલ્હીથી ધરપકડ કરી છે. અલીગઢના આઈજી શલભ માથુરે ધરપકડની પુષ્ટિ કરતા કહ્યું કે દેવપ્રકાશને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ સૂરજપાલના વકીલ એપી સિંહે દાવો કર્યો હતો કે, 'દેવપ્રકાશ દિલ્હીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી ચૂક્યા છે.'ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના રોજ બાબાના સત્સંગ માં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે.
Reporter: News Plus