અમદાવાદ : પ્રોપર્ટી ભાડે આપવામાં સૌથી વધારે ડર મકાન કે દુકાન પર કબજાનો રહે છે. તેનાથી બચવા માટે મકાન માલિક હંમેશા રેન્ટ એગ્રીમેન્ટ બનાવે છે.
પરંતુ, પ્રોપર્ટીને લઈને આ પ્રકારના વિવાદથી બચવા માટે રેન્ટ એગ્રીમેન્ટની જગ્યાએ બીજા મજબૂત લીગલ દસ્તાવેજ બનાવો, જેનાથી માલિકીનો હક વધારે સુરક્ષિત થઈ જશે.લીઝ એન્ડ લાયસન્સ એક એવો લીગલ ડોક્યૂમેન્ટ છે, જે મકાન માલિકના હિતોની પૂરી રીતે રક્ષા કરવામાં સક્ષમ છે. ખાસ વાત એ છે કે, મોટા શહેરોમાં હવે લોકો આ પ્રકારના દસ્તાવેજ બનાવી રહ્યા છે.ખાસ વાત તો એ છે કે, આ દસ્તાવેજમાં એવી જોગવાઈ છે, જેનાથી ભાડુઆતને પ્રોપર્ટી પર કોઈ પણ પ્રકારનો હક જમાવવાનો મોકો મળતો નથી. લીઝ એન્ડ લાયસન્સ પણ રેન્ટ એગ્રીમેન્ટની જેમ સરળતાથી બની જાય છે.આ કાનૂની દસ્તાવેજ પણ રેન્ટ એગ્રીમેન્ટની જેમ જ હોય છે, માત્ર આમાં કેટલાક લીગલ ક્લોઝ બદલી દેવામાં આવે છે. ભાડા કરાર મોટે ભાગે રહેણાંક મિલકત માટે કરવામાં આવે છે.
રેન્ટ એગ્રીમેન્ટની મુદ્દત 11 મહિનાની હોય છે, પરંતુ લીઝ એગ્રીમેન્ટ 12 મહિના કે તેનાથી વધારે સમય માટે બનાવી શકાય છે. સારી વાત એ છે કે, લીઝ એન્ડ લાયસન્સ, આવાસીય અને કોમર્શિયલ બંને પ્રકારની પ્રોપર્ટીમાં કામ આવે છે.લીઝ એન્ડ લાયસન્સની મુદ્દત 10 દિવસથી લઈને 10 વર્ષ સુધી હોઈ શકે છે. આ લીગલ દસ્તાવેજને તમે માત્ર સ્ટેમ્પ પેપર પર નોટરી દ્વારા તૈયાર કરી શકો છો.લીઝ એન્ડ લાયસન્સમાં સ્પષ્ટ લખેલું હોય છે કે, ભાડુઆત સંપત્તિ પર કોઈપણ રૂપમાં હક જમાવશે નહીં અને ન તો અધિકાર માંગશે, જ્યારે રેન્ટ એગ્રીમેન્ટમાં ક્યાંય આવો ઉલ્લેખ હોતો નથી.લીઝ એગ્રીમેન્ટ કે પછી લીઝ એન્ડ લાયસન્સ, બંને જ દસ્તાવેજ પ્રોપર્ટી પર માલિકીના હકની રક્ષા કરે છે. લીઝ એન્ડ લાયસન્સમાં સ્પષ્ટ રીતે મકાન માલિકને ‘લાયસેન્સર’ અને ભાડુઆતને ‘લાયસેન્સી’ના નામથી નોંધવામાં આવે છે.
Reporter: admin