વડોદરા : ડબલ એન્જિનની સરકાર મોટી મોટી વિકાસના નામે વાવવા કરે છે પરંતુ વાસ્તવિકતા કઈક અલગ દેખાઈ રહી છે
ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલ સમા વેમાલી ખાતે પાલિકા તંત્ર દ્વારા રોડને ખોદકામ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ગુજરાતના મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદો કર્યા છતાં રોડ નું સમારકામ ન કરતા આજે સ્થાનિકો દ્વારા પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ સાથે રોડ ચક્કા જામ કર્યો હતો લોકોએ અનેક વખત સ્થાનિક નગર સેવક અને ધારાસભ્યોને રજૂઆત કર્યા છતાં સમાચાર નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
ત્યારે સ્થાનિકો કંટાળીને આજે પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમજ રોડ ચક્કા જામ કર્યો હતો. સત્તાધારિતોના અધિકારીઓ સરકારી ગ્રાન્ટોના નાણાનો દૂર વ્યવહાર કરતા અધિકારીઓ વિરોધ લોકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે સ્થાનિક લોકોએ અમારી રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચે તે માટે આજે સાંજ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું વધુમાં સ્થાનિકે જણાવ્યું હતું.
Reporter: admin