News Portal...

Breaking News :

સાવલીમાં ભીમ આર્મી એકતા મિશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

2024-12-29 13:12:18
સાવલીમાં ભીમ આર્મી એકતા મિશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


ઝઘડિયામાં પર પ્રાંતીય ગરીબ પરિવારની ૧૦ વર્ષ ની દીકરી ઉપર બર્બરતા પૂર્વક દુષ્કર્મ અને ત્યાર બાદ સારવાર દરમિયાન મોત થયું હતું 



જેથી દીકરીને શ્રદ્ધાંજલી આપવાને ગુનેગારને ફાંસીની સજા આપવાની અપીલ સાથે મહારાષ્ટ્રમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાનાં વિરોધમાં પ્રદર્શન કરતા સોમનાથ સુર્યવંશીનું પોલીસ કસ્ટડીમાં મોતને પગલે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો.


ભીમ આર્મી એકતા મિશન સાવલી દ્વારા વડીલો બાળકો અને મોટી સંખ્યામાં લોકો મીણબતી સળગાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભીમ આર્મી એકતા મિશન નાં હોદેદારો અને સાવલી નગરનાં યુવાનો દ્વારા દીકરીને અને સોમનાથને યોગ્ય ન્યાય મળે તે હેતુ થી શાંતિ પૂર્વક ફૂલહાર અને મીણબતી સળગાવી શ્રદ્ધાંજલિ આપી

Reporter: admin

Related Post