વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનું અમેરિકા યુનિટ વેચવા મંજૂરી આપી દીધી છે.
ગુરૂવારે તેમણે આ ડીલ પર એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાએ ટિકટોક યુએસએ વેચવા નિર્ણય લીધો છે. અમેરિકાએ અનેક વખત ટિકટોકને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવ્યું હતું. જો કે, હવે ટિકટોકની માલિકી અમેરિકાની ઓરેકલ અને સિલ્વર લેકના સંયુક્ત રોકાણ સાહસ મારફત મેળવવામાં આવી તો દેશવ્યાપી ટિકટોક પરના પ્રતિબંધો દૂર કરાશે. આ ડીલ 120 દિવસની અંદર પૂર્ણ થશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ટિકટોક યુએસની વેલ્યૂ 14 અબજ ડોલર આંકવામાં આવી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરના કારણે ટિકટોક પર પ્રતિબંધનો નિર્ણય હાલપૂરતો ટાળવામાં આવ્યો છે. એક્ઝિક્યુટીવ ઓર્ડર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના નિયમને લાગુ કરતાં અટકાવે છે. જે હેઠળ ટિકટોકની પેરેન્ટ કંપની બાયટડાન્સ દેશભરમાં પ્રતિબંધ કરવામાં આવી હતી.
Reporter: admin







