વડોદરા : ફાયર બ્રિગેડના એચ.ઓ.ડી. અને આરોગ્ય અમલદારનો હોદ્દો ધરાવનાર સસ્પેન્ડ કરાયેલા ડો. દેવેશ પટેલનાં સ્થાને ડો.મુકેશ વૈદ્યને આરોગ્ય અમલદારનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસરનો હવાલો ડિવિઝનલ ઓફિસર (ફાયર) હરેન્દ્રસિંહ ચૌહાણને આપ્યો છે. આરોગ્ય અમલદારનો હવાલો અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યને સોંપ્યો છે. આઈસીડીએસ વિભાગ સિવાયના તમામ ખાતાઓનો ચાર્જ તેમણે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે.

આઈસીડીએસનો ચાર્જ હાલના હ. પ્રોગ્રામ ઓફિસર અંબિકાબેન જયસ્વાલે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે. ડેપ્યુટિ ચીફ ફાયર ઓફિસરનો હવાલો સ્ટેશન ઓફિસર (ફાયર) અમિત ચૌધરીને સોંપાયો છે.
Reporter: admin







