News Portal...

Breaking News :

PM jay દર્દીઓની મદદ માટે નવી ત્રણ હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવી

2025-02-13 17:05:19
PM jay દર્દીઓની મદદ માટે નવી ત્રણ હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવી


વડોદરા: સયાજી હોસ્પિટલમાં આવતા અને પી.એમ.જે.એ.વાય.યોજના હેઠળ સારવાર માટે આવતા દર્દીઓની મદદ માટે નવી ત્રણ હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવી છે. 


સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા પી.એમ.જે.એ.વાય. યોજના હેઠળના દર્દીઓ માટે અગાઉ ત્રણ હેલ્પ ડેસ્ક કાર્યરત હતી. આજથી ડાયાલિસીસ વિભાગ, સર્જીકલ આઇ.સી.યુ. વિભાગ તેમજ ઇવનિંગ એન્ડ હોલિડે ડેસ્ક સહિત નવી ત્રણ  હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવી છે. 


અગાઉ ઓ.પી.ડી.રેડિયોથેરાપિ, સર્જીકલ બ્લોક બિલ્ડિંગ, મેડિસીન ડિપાર્ટમેન્ટ, રુકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં પણ આ પ્રકારની હેલ્પ ડેસ્ક કાર્યરત હતી.

Reporter: admin

Related Post