USA ના જ્યોર્જિયા સ્ટેટના અલ્ફારેટ શહેરમાં ભીષણ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. અલ્ફારેટા પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પરના પુરાવાના આધારે, એવી શંકા છે કે કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી નિયત્રણ ગુમાવતા કાર એક ઝાડ સાથે અથડાઈ હતી અને પછી પલટી મારી ગઈ હતી.
અકસ્માતની ઘટના એટલી ભીષણ હતી કે કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો. આ જીવલેણ કાર અક્સમાતમાં ત્રણ ભારતીય વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.મૃતક ભારતીય વિદ્યાર્થીઓની ઓળખ અલ્ફારેટા હાઈસ્કૂલના વિદ્યાર્થી આર્યન જોશી, જ્યોર્જિયા યુનિવર્સિટીની વિદ્યાર્થીની શ્રિયા અવસરલા અને અન્વી શર્મા તરીકે થઈ છે. આર્યન જોશી અને શ્રિયા અવસરલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાકીના ત્રણ વિદ્યાર્થીઓને સારવાર માટે નોર્થ ફુલટન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
જ્યાં અન્વી શર્માનું પણ મોત થયું હતું. અકસ્માતની આ ઘટના 14મી મેએ બની હતી. આલ્ફારેટા હાઈસ્કૂલના વિદ્યાર્થી મોહમ્મદ લિયાકથ અને કાર ચલાવનાર જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થી રિત્વક સોમપલ્લી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અલ્ફારેટા પોલીસ આ અકસ્માતની ઘટના અંગે તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનું કારણ કાર પુરપાટ ઝડપે ચાલી હોવાનું જાણવા મળ્યું હતું.
Reporter: News Plus