News Portal...

Breaking News :

ત્રણ મિત્રોએ માત્ર 22 વર્ષની વયે સ્વબળે સૌથી નાની વયે ધનકૂબેર બન્યા

2025-11-04 10:30:24
ત્રણ મિત્રોએ માત્ર 22 વર્ષની વયે સ્વબળે સૌથી નાની વયે ધનકૂબેર બન્યા


દિલ્હી : ભારતીય મૂળના બે અમેરિકન અને એક અમેરિકન એમ ત્રણ મિત્રોએ માત્ર 22 વર્ષની વયે સ્વબળે અબજોપતિ બનીને સૌથી નાની વયે ધનકૂબેર બનવાનો ઈતિહાસ રચ્યો છે. 



આ પહેલાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે 23 વર્ષની વયે ફોર્બ્સના અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવી સૌથી નાની ફોર્બ્સની યાદીમાં સ્થાન મેળવવાનો રેકોર્ડ કર્યો હતો. ભારતીય મૂળના અમેરિકન આદર્શ હિરેમઠ અને સૂર્યા મિધા અને અમેરિકન બ્રેન્ડન ફૂડી કેલિફોર્નિયાના સાને હોસે વિસ્તારમાં ઉછરેલાં છે.ત્રણેય મિત્રોએ સ્થાપેલા એઆઇ રિક્રૂટિંગ સ્ટાર્ટ અપ મર્કોરે 350 મિલિયન ડોલર્સનું ભંડોળ ઉભું કર્યું તે પછી તેની વેલ્યુ સતત વધવા સાથે ત્રણે પાર્ટનર્સ અબજોપતિ બની ગયા હતા.  હિરેમઠે ફોર્બ્સને જણાવ્યું હતું કે જો હું મર્કોરમાં કામ ન કરતો હોત તો થોડા મહિના અગાઉ હાર્વર્ડમાંથી ગ્રેજ્યુએટ થયો હોત. મર્કોર સ્ટાર્ટ અપના ત્રણે સ્થાપકો થિયલ ફેલો છે. 


પિટર થિયલ નામના અબજોપતિ ઇન્વેસ્ટર દર વર્ષે જે  યુવાનો કોલેજમાં જવાનું પડતું મુકી બિઝનેસ કરે તેમને એક લાખ ડોલરની ગ્રાન્ટ દર વર્ષે આપે છે. ઇન્ડિયન અમેરિકન હિરેમઠ અને મિધા સાને હોસેમાં આવેલી બેલારમાઇન કોલેજ પ્રિપેરેટરીમાં સાથે હતા. બેલારમાઇન કોલેજમાં તેઓ પોલિસી ડિબેટ ટીમમાં જોડાયા હતા. એક જ વર્ષમાં તમામ ત્રણ મુખ્ય પોલિસી ડિબેટ જીતનારા ઇતિહાસમાં પ્રથમ જોડી તે બન્યા હતા.હિરેમઠે બાદમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ ભણવા એડમિશન લીધું અને મૅક્રોઇકોનોમિક્સમાં લેરી સમર્સના રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. આ દરમ્યાન જ તેણે તેની ડોર્મિટરીના રૂમમાં મર્કોરની સહસ્થાપના કરી. બાદમાં તેણે હાર્વર્ડમાં ભણવાનું પડતું મુકી સાન ફ્રાન્સિસ્કો  જઇ થિયલ ફેલોશિપ મેળવી.

Reporter: admin

Related Post