મૂળ બોરસદના મોહંમદ સાહિલ ઝાકીરઅલી સૈયદ છેલ્લા એક વર્ષથી જે.ડી. એન્જીન્યરીંગ કંપનીમાં ફરજ બજાવી રહ્યો હતો. સાહિલ સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલની ઉપર લીફ્ટના કામ અર્થે ગયો હતો. તે દરમ્યાન તેને તેમજ તેના સાથી મિત્રોને વીજ કરંટ લાગતા તે બેભાન થઇ ગયા હતા. જોકે બનાવ અંગે કંપનીના માલિકને જાણ થતા તેઓ તાત્કાલિક જ તેઓને રીક્ષામાં સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મોહંમદ સાહિલ સૈયદને મૃત જાહેર કર્યો હતો. અન્ય બે યુવાનોને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે પરિવારજનોએ જાણ કરતા તેઓએ સુરક્ષાના સાધનો ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ અન્ય કર્મચારીઓએ આ બાબતને નકારી કાઢી હતી. સયાજીગંજ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોધવામાં આવી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: News Plus