લખપત : કચ્છના લખપત તાલુકાના મુધાન પાસેના રણ વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી.

GHCL કંપનીના ત્રણ કર્મચારીઓ જે વોટર લેવલ માપવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓની બોટ ઊંધી વળી જતાં તેઓ લાપતા થયા હતા. જેઓને સરક્રિકમાં BSFએ ડ્રોનની મદદથી 20 કલાક બાદ શોધી કાઢ્યાં હતા. ઊંધી વળેલી બોટ પર ઊભા રહી આ ત્રણેય કર્મીઓએ મોતને નજરો નજર જોયું હતું. જોકે, BSFની ટીમ દેવદૂત બનીને તેઓની વ્હારે આવી હતી. બોટ ઊંધી વળી જતા મોબાઈલ પાણીમાં પડી જતા સંપર્ક વિહોણા બન્યાં લખપત નજીકના અટપટા ક્રિક વિસ્તારમાં વોટર લેવલ સર્વેની કામગીરી કરવા માટે GHCLના ત્રણ કર્મચારીઓ કંપનીના એન્જિનિયર કરણસિંહ જાડેજા, સર્વેયર રવિન્દ્ર અરેચીયા અને ઓપરેટર આદર્શ કુમાર શુક્રવારે કંપનીની બોટ દ્વારા 31/1 ના બપોરે 11 વાગે નીકળ્યા હતા. જે બાદ તેઓની બોટ ઊંધી વળી ગઈ હતી. જેથી ત્રણેય કર્મચારીઓ પડી ગયા હતા અને તેઓના મોબાઈલ પણ પાણીમાં પડી ગયા હતા.
આ ત્રણેય કર્મચારીઓ ઊંધી વળી ગયેલી બોટ પર બેસી ગયા હતા. જોકે, તેઓના મોબાઈલ પડી ગયા હોવાથી સંપર્ક વિહોણા બન્યા હતા. કલાકો સુધી ત્રણેય કર્મીઓએ મોતને નજરોનજર જોયુ હતું.બે બોટ અને બે ડ્રોનથી BSFની ટીમે શોધખોળ કરી આ ઘટનાની જાણ થતાં કંપનીના અધિકારીઓએ તાત્કાલિક BSF, પોલીસ અને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. જેથી પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં BSFએ બે બોટ અને બે ડ્રોન દ્વારા શોધખોળ શરૂ કરી હતી. જામનગરથી એરફોર્સનું વિમાન પણ ભુજ આવી પહોંચ્યું હતું. 20 કલાકની સઘન શોધખોળ બાદ કર્મીઓ સલામત મળી આવ્યાં આ દરમિયાન બીએસએફના જવાનો દેવદૂત બન્યા હતા. આ ત્રણેય કર્મચારીઓને બીજા દિવસે શનીવારે ડ્રોનની મદદથી લોકેશનના આધારે BSF 59 બટાલિયનના જવાનોએ શોધી કાઢ્યા હતા.
Reporter: admin