News Portal...

Breaking News :

તહેવારોને અનુલક્ષીને એસઆરપીની ત્રણ કંપની, હોમગાર્ડના ૭૦૦ જવાનો સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્ત રાખશે

2025-03-31 10:20:36
તહેવારોને અનુલક્ષીને એસઆરપીની ત્રણ કંપની, હોમગાર્ડના ૭૦૦ જવાનો સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્ત રાખશે


વડોદરા:  તહેવારોને અનુલક્ષીને સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવી રહી છે.



વડોદરામાં રમઝાન ઇદ,રામ નવમી, હનુમાન જયંતિ જેવા તહેવારોને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી પેટ્રોલિંગ કરવામાં  આવી રહ્યું છે,અને આ માટે એસઆરપીની ત્રણ કંપની તેમજ હોમગાર્ડના ૭૦૦ જવાનો સ્થાનિક પોલીસ સાથે બંદોબસ્ત જાળવશે. સંવેદનશિલ વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે.જ્યારે ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post