વડોદરા : શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે મુસાફરો બેસાડવા બાબતે ત્રણ રીક્ષા ચાલકોએ અન્ય રીક્ષા ચાલક ઉપર હુમલો કરી ઈજા પહોંચાડતા ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મૂળ પંચમહાલના વતની અને હાલ શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ વણઝારા ભાડેથી ઓટોરિક્ષા થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત સાંજે હું સોમા તળાવ ચાર રસ્તા પાસે રીક્ષા લઇ ઉભો હતો. તે સમય અન્ય ત્રણ રીક્ષા ચાલકો પણ ત્યાં ઉભા હોય તેઓએ "અમને પૂછ્યા વગર મુસાફરો બેસાડવા નહીં" તેમ કહી ઝઘડો કર્યો હતો.
તે પૈકીના એક રીક્ષા ચાલકે ફોન કરી અન્ય એક બાઈક ચાલકને સ્થળ પર બોલાવ્યો હતો. અને તમામે મારી ઉપર લાકડાના દંડા તથા લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિક્રમ વણઝારા લોહી લુહાણ થઈ જતા 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા.
Reporter: admin