વડોદરા : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા "તિરંગા યાત્રા" નું આયોજ કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા માંજલપુર દરબાર ચોકડી થઈને ઈવા મોલ થઈને સરસ્વતી કોમ્પ્લેક્સ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યારે આ તિરંગા યાત્રામાં માંજલપુર વિસ્તારના તથા આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સાથે વિવિધ સંસ્થાઓ જેમકે ગાયત્રી પરિવાર પતંજલિ જેવી વિવિધ સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાઈ સાથે સાથે વિસ્તારના કાઉન્સિલરો કાર્યકરો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તિરંગા યાત્રામાં જોડાયા હતા

ભારતીય સેનાએ પહેલગાંવ ખાતે જે સૌર્ય બતાવ્યું હતું તેના નિમિત્તે આજે તિરંગા યાત્રા જોડાઈ હતી મોટી સંખ્યામાં લોકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.





Reporter: admin







