News Portal...

Breaking News :

નાસિકની એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

2025-09-16 11:10:54
નાસિકની એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી


નાસિક : દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ મળી રહી છે.



જેમાં નાસિકની એક ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેની બાદ શાળામાં ભયનો માહોલ છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તપાસમાં જોડાઈ છે. જોકે, હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી.આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, શાળાને રાત્રે 2.45 વાગ્યે એક ધમકીભર્યો નકલી ઈમેલ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે વડા પથરી રોડ સ્થિત નાસિક કેમ્બ્રિજ હાઈ સ્કુલના બાથરૂમના બોમ્બ મુકવામાં આવ્યો છે.આ અંગે શાળા સત્તાવાળાઓએ જાણ કર્યા બાદ પોલીસ બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડ સાથે શાળાએ પહોંચી હતી. 


તેમજ શાળામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ પોલીસે હાલ તો શાળાને સુરક્ષિત જાહેર કરી છે. જયારે સાયબર પોલીસ આ ઈમેલ કોણે કર્યો છે તેની તપાસમાં લાગી છે. દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે દિલ્હીમાં અનેક સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીઓ મળી રહી હતી. તેની બાદ હાલમાં જ દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. આ બધામાં અત્યારસુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

Reporter: admin

Related Post