શહેરમાં વડોદરા મહાનગરપાલિકાનું પાણી પૂરવઠા વિભાગ જાણે ખાડે ગયું હોય તેવું જણાઇ રહ્યું છે.શહેરમા શિયાળાની ઋતુમાં કેટલાક વિસ્તારોમાં વેરો ભરતી જનતાને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવાં પડી રહ્યા છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી શહેરના વોર્ડ નં. 2, પૂર્વ તથા દક્ષિણ વિસ્તારમાં તેમજ વોર્ડ નં. 12 મા લોકોને પીવાનું શુદ્ધ અને પૂરતું પાણી જ નથી મળી રહ્યું ત્યારબાદ પાલિકાના લાડકા ઇજારદાર વેલજી સોરઠિયા ની કામગીરી ને કારણે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ત્રણ થી ચાર દિવસ લોકોને પાણી વિના અને વેચાતું બ્લેકમા પાણી ખરીદવા મજબૂર થવાનો વારો આવ્યો હતો. બીજી તરફ પાલિકાના પાણી પૂરવઠા વિભાગના અણઘડ વહિવટને કારણે શહેરના વડસર,હરણી, નાગરવાડા, માંજલપુર જેવા વિસ્તારો બાદ હવે બુધવારે પૂર્વ વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ ને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ જેવા મળ્યો હતો જેના કારણે સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળ્યો હતો.શહેરમાં પાલિકાના પાણી પૂરવઠા વિભાગના અણઘડ વહિવટને કારણે એક તરફ શિયાળાની ઋતુમાં જ શહેરના કેટલાક વિસ્તારોમાં વેરો ભરતી જનતાને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારવાં પડી રહ્યા છે જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા કામગીરીમાં ધ્યાન ન અપાતાં હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં આમેય બારે માસ પાણીની તકલીફ પડતી હોય છે અહીં પાણીના પ્રેશરની સમસ્યા ને કારણે ઘણા વિસ્તારોમાં વેચાતા પાણીના ટેન્કર અને પાણીના જગ બારે માસ મંગાવવા પડે છે.
થોડાક સમય પહેલા જ પાલિકાના માનીતા ઇજારદાર દ્વારા પાણીની લાઇન ની કામગીરી ને પગલે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકોને ચાર દિવસ સુધી પાણી વિના પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો હતો અને પાણીના મ્હોં માગ્યા ભાવે પાણીના ટેન્કર અને જગ ખરીદવા મજબૂર થવું પડ્યું હતું. હવે છેલ્લા ત્રણેક દિવસથી પૂર્વ વિસ્તારમાં પાણીનો કાપ જોવા મળી રહ્યો છે. માંડ અડધો કલાક પાણી આવતું હોય છે તેમાં પણ હવે દસ થી પંદર મિનિટનો પાણી કાપ થતાં લોકો વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે ત્યારે પડતા પર પાટું સમાન હવે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની નલિકાના વાલ્વમાં ખામી સર્જાતા બે દિવસમાં હજારો ગેલન પાણીનો રોડ પર વેડફાટ થયો હતો. વડોદરા મહાનગર પાલિકાના આડેધડ ચાલતા વહીવટના કારણે શહેર રાખવું ખાડોદરા નગરી બની ગયું છે. ગત રોજ નાગરવાડામાં પીવાના પાણીની નિલકામાં ભંગાણ થયું હતું. તેથી પાણીનો વેડફાટ થયો હતો. બે બાદપૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ની સામે તે જ વિસ્તારની નલિકાના વાલ્વમાં ખામી સર્જાતા રોડ પર હજારો ગેલન પાણી વહી ગયું હતું. જાગૃત નાગરિકોએ તંત્રને જાણ કર્યું હોવા છતાં નઘરોળ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે બાદ બીજા દિવસે કોર્પોરેટરને આક્રોશ ઠાલવીને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.
Reporter: admin







