કેટલાક લોકો ગોડફાધર ના શરણે છે તો કેટલાક પોતાની લોબી ચલાવે...
કાર્યાલયના કર્તાહર્તા હવે દર્શીત બ્રહ્મભટ્ટ કે રસિકભાઈ પ્રજાપતિ ?...
જિલ્લા ભાજપ પ્રમુખ તો બની ગયા પણ સંગઠનના હજી વિવિધ હોદ્દાઓને મોરચાની નિમણૂક બાકી છે. કેટલાક લોકો ગોડફાધર ના શરણે છે તો કેટલાક પોતાની લોબી ચલાવે છે તો કેટલાક નવા પ્રમુખની સાથે રહે છે . મહામંત્રીની રેસમાં જીલ્લા યુવા મોરચા પ્રમુખ દર્શીત બ્રહ્મભટ્ટ, એપીએમસી ચેરમેન કરજણના જયદિપસિંહ ચૌહાણ જ્યારે ત્રીજા નામ પર સસ્પેન્સ છે કે વણિક કે બ્રાહ્મણ આવશે કે પછી પટેલ કે ડભોઇ અને પાદરાથી પણ આવી શકે. ઉપ પ્રમુખ માટે પ્રભાત ડેવલપરના કિરીટસિંહ જાડેજાનું નામ ચાલે છે. વડોદરા જિલ્લા સંગઠનમાં વણિક કે બ્રાહ્મણને જિલ્લા પ્રમુખનું સ્થાન આજ દિન સુધી મળ્યું નથી. એટલે અવગણના થઇ રહી છે તેમ કહી શકાય ત્રીજા મહામંત્રી પદ માટે વાઘોડીયા, પાદરા કે ડભોઇમાંથી આવશે તેવો સવાલ પણ પુછાઇ રહ્યો છે. બી.જે બ્રહ્મભટ્ટનું નસીબ લાલકૃષ્ણ અડવાણી જેવું છે તેઓ હંમેશા લગ્ને લગ્ને કુંવારા રહે છે અને મોંઢામાં આવેલો કોળીયો કાયમ છીનવાઇ જાય છે. રસિકભાઇના રાજમાં તેમનો ગરબો ઘેર જશે કે કેમ તે સવાલ પણ કાર્યકરોના મનમાં છે. સતિષભાઇના કહેવાતા અંગત યોગેશ અદ્વર્યું કે બ્રહ્મભટ્ટ કે રાજુ અલવાનું અસ્તિત્વ મટી જાય તેવી ભીતિ પણ છે. કિરીટસિંહ પ્રભાત ડેવલપર એટલા માટે કહી શકાય કે મની અને મસલ્સ પાવર ના જોરે પ્રમુખની ઠાલ બનીને રક્ષણ કરી શકે છે.
યુવા મોરચાના નવા પ્રમુખ દર્શિત બ્રહ્મભટ્ટનો નજીકનો બની શકે જ્યારે પ્રમુખ રસીકભાઇનું ટીફીન, નાસ્તો, ખાખરા જેવી અનેક સુવિધા પુરી પાડનાર સ્નેહલ પટેલ કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખને પણ સ્થાન મળી શકે. સતિષ નિશાળીયાનો કહેવાતો સગાને પણ સંગઠનમાં સ્થાન મળે તે માટે તે એડીટોચીનું જોર લગાવી રહ્યો છે. રસીકભાઇ પર સતિષભાઇનું દબાણ છે. પોતાના અંગત રહી ના જાય તે માટે પૂર્વ પ્રમુખ ચાલ ચાલી રહ્યા છે. જુના મહામંત્રી માથી કોઈ એક કે ? પછી જુના મહામંત્રી ને આરામ કરવો પડશે શું ? કયા ધારાસભ્ય નુ વજન જિલ્લા પ્રમુખ પર ચાલશે એવું કાર્યકર્તા વિચારે છે ? લોકોમાં એ પણ ચર્ચા છે કે સાવલી થી મહામંત્રી બનાવાથી સાવલી ધારાસભ્ય જોડે સંબંધ યથાવત રહેશે ખરા. લોકો મુખે ચર્ચા એ જોર પકડયુ છે જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ દર્શીત બ્રહ્મભટ્ટ કહેશે એવુ આવનાર સમય મા જિલ્લા ભાજપ પ્રમુખ કરશે. કાર્યાલયના કર્તાહર્તા હવે દર્શીત બ્રહ્મભટ્ટ કે રસિકભાઈ પ્રજાપતિ ? તેવી કાર્યકરોમાં ચર્ચા થઇ રહી છે.
Reporter: admin







