News Portal...

Breaking News :

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો: વિશ્વામિત્રી પૂરના મુદ્દે વિવાદથી સભા અધવચ્ચે બરખાસ્ત

2025-06-23 19:54:42
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો: વિશ્વામિત્રી પૂરના મુદ્દે વિવાદથી સભા અધવચ્ચે બરખાસ્ત


વડોદરા : મહાનગર પાલિકાની આજે મળેલી સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે અધવચ્ચે મુલતવી કરવી પડી હતી.



સભા શરૂ થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરે વિશ્વામિત્રી નદીમાં માનવસર્જિત પૂર હોવાનો આક્ષેપ કર્યો, જેને પગલે ભાજપના કોર્પોરેટરો ભારે વિરોધ પર ઉતરી આવ્યા. બંને પક્ષ વચ્ચે વાદવિવાદ વધતાં કોંગ્રેસના કોર્પોરેટરો વેલમાં ઉતરી આવ્યા હતા.ઉદભવેલી અરાજકતા સ્થિતિ વચ્ચે મેયરે તમામ દરખાસ્તો પર તાત્કાલિક મતદાન કરાવ્યું અને બહુમતીથી દરખાસ્તો મંજૂર કરાવ્યા પછી બેઠકને બરખાસ્ત કરી દેવામાં આવી.


આ ઘટનાથી નારાજ થયેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ મેયરની કાર્યપદ્ધતિ સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને આક્ષેપ કર્યો કે,"અમારી રજૂઆત સાંભળવી ન પડે, એ માટે ભાજપે હોબાળો સર્જી સભા બરખાસ્ત કરી દીધી."સ્થાનિક સ્વરાજ્યની આ મહત્વપૂર્ણ બેઠક રાજકીય તક્કર વચ્ચે ઘસાઈ ગઈ, અને ઘણા મહત્વના મુદ્દાઓ ચર્ચાવિહીન રહી ગયા.

Reporter: admin

Related Post