News Portal...

Breaking News :

શહેરમાં પાણી નથી!! વડોદરા નપાણીયા નેતા-અહંકારી અધિકારીઓને હવાલે

2024-05-22 09:02:09
શહેરમાં પાણી નથી!! વડોદરા નપાણીયા નેતા-અહંકારી અધિકારીઓને હવાલે




  તંત્ર શાસકો વિપક્ષની મીલીભગત અને મત સાચવવાની નીતિને લીધે નાગરિકોને પૂરતું પાણી મળતું નથી..

    પાણીના વેપલા માં ભાગબટાઇ હશે???



સયાજીરાવ મહારાજે બનાવેલું સદી જૂનું આજવા અડીખમ છે. એમણે પ્રતાપપુરા બનાવી આપ્યું હતું જે સાચવી શકાયું નથી.
   મહી નદીમાં સાતેક ઇન્ટેક વેલ છે.નર્મદા નહેરમાં થી પાણી લેવાની વ્યવસ્થા છે.
  નવા ટ્યુબવેલો બનાવવાનું આયોજન છે.પ્રતાપપુરા ના નવ નિર્માણ તેમજ વધુ એક સરોવર બાંધવાના આયોજનો ની જોરશોર થી ચર્ચા પછી બધું પાણીમાં બેસી ગયું છે.
   પાણી છે પણ વડોદરાવાસીઓ ને ક્યાં તો સાવ ઓછું મળે છે અથવા પૂરતું મળતું નથી.હા, ૮ વ્યક્તિનું કુટુંબ વાપરે તે પછી પણ સોલાર ધોઈ શકાય અને આંગણે છાંટી શકાય એટલું વિપુલ પાણી તમને મળી શકે જો તમારામાં પાણીની લાઇનમાં ધરાર મોટર બેસાડીને ખુલ્લેઆમ પાણી ચોરવાની તાકાત હોય.
  પાણી ચોરવા થી જરાય ગભરાશો નહી .કોઈ ક્યારેય તપાસ કરવા આવવાનું નથી.થોડીક ૫૬ ની છાતી રાખો કારણ કે આ યુગ ૫૬ ની છાતી વાળાઓ નો છે.
   



2 લાખ ગેરકાયદેસર મોટરો કોર્પોરેશનની મેન પાણી લાઈનમાંથી ખેંચવામાં આવે છે 

કોર્પોરેશનની મેન પાણી લાઈનમાંથી 2 લાખ ગેરકાયદેસર મોટરોથી પાણી ખેંચવામાં આવે છે 


તમે લાઈનમાં મોટર મૂકી પાણી ખેંચશો તો તમને કંઈ નહિ થાય. હા,તમારો પાડોશી જો નબળો,કાયદાને માનનારો,તંત્રથી ડરી ને ચાલનારો હશે તો એને ચાર વ્યક્તિના કુટુંબને જરૂરી હોય એટલું ય પાણી નહિ મળે.કારણ કે તમે દાદાગીરી થી એના ભાગનું પાણી વાપરી લો છો અને તમને કોઈ કહેનાર નથી.
  શું આ શહેરમાં જ પાણી નથી? ના,એવું નથી.શહેર પાસે તો કદાચ પૂરતું પાણી છે.પરંતુ શહેરના શાસકો,મ્યુ.તંત્ર અને જન પ્રતિનિધિઓ,પક્ષ/ વિપક્ષમાં પાણી નથી.પાણીની બેફામ અને ખુલ્લેઆમ ચોરી કરનારાઓ મતદારો છે.એમને સાચવવા પડે.એમની ન્યુસંસ વેલ્યુ છે.બાકી નબળા,પોચા અને કાયદામાં માનનારા મતદારો ને પાણીના મળે તો એની ચિંતા કરવા જેવી નથી.એમના થી શેક્યો પાપડ ભાંગવાનો નથી અને જખ મારીને મત આપવાના છે.
   પાણીના વિતરણ ની બાબતમાં વડોદરા શહેરમાં મારે તેની તલવાર જેવો ઘાટ છે.ક્યારેક મનપાના નળનું પાણી પહેલા કે બીજા માળ સુધી ચઢતું.હવે તળ મજલાના બાથરૂમ માં પણ સીધું પાણી આવતું નથી.જમીન તળે મીટર દોઢ મીટર ખોદી લાઈન બીછાવો ત્યારે માંડ ટાંકીમાં પાણી ભરાય.અને આજુબાજુ બધાએ મોટર લગાવી દીધી હોય એટલે ભૂગર્ભ ટાંકી પણ માંડ અર્ધી ભરાય.સીધા નાગરિકની દશા તો નાગા ને નહાવું શું અને નીચોવવું શું જેવી થાય.
શહેરની વસતી વધતી જાય છે.નવા નવા ગામો શહેરમાં ભેળવીને શહેરને મોટું કરવામાં આવી રહ્યું છે. આકાશને અડતાં મકાનો બની રહ્યા છે.ઇમારત જેટલી આકાશમાં ઊંચી બને પાતાળમાં એટલી જ નીચી પાઇપ ઉતારી પાણી ખેંચે.
   વડોદરા આવવું છે આવો,પાણી નહીં માંગતા.એની વ્યવસ્થા જાતે કરી લેજો.એટલા પાણીદાર હો તો જ વડોદરા આવજો.બાકી જ્યાં છો ત્યાં ઠીક છો.



 



પાણીના માફિયા ટેન્કર ફેરવે, અને જગ પૂરા પાડવાનો ધંધો, એમના પર નેતા - અધિકારીઓના ચાર હાથ...








   પાણી વેરો તો તમે ભરો જ છે.ઉપરથી ટાંકીમાં પાણી ભરવા વીજબિલ ભરો.બાકી પાણી વગર ચલાવી લો.ક્યારેક શહેરમાં જાહેર નળ હતા.હવે એ ય નથી.બાકીતો નહાવા ધોવાનું ત્યાં પતાવી લેવાય.
  અને શહેરના તમામ તમામ વિસ્તારમાં હવે પાણી ના પ્લાન્ટ અને કાર સ્પા છે.આ લોકો પાસે ભરપૂર પાણી છે.આ અખંડ સ્ત્રોત ક્યાંથી મળે છે કોઈને ખબર નથી.ટ્યુબવેલો બનાવી પાણી ખેંચે છે કે સીધા લાઈનમાં પંચર પાડે છે કે બંને ૫૦/૫૦ ટકા કરે છે, કોને ખબર?
  કારણ કે હવે પાલિકા કોઈ ચેકીંગ કરતી નથી.એક સીધાસાદા,કાયદો પાળનારા નાગરિકની વાર્તા જાણવા જેવી છે.એની આસપાસ બધાએ પાણીની લાઈનો સાથે મોટર જોડી દીધી છે.એટલે આ ભાઈના નળમાં ક્યારેક તો ટીપુ પાણી આવતું નથી અને પાડોશીઓ ને ત્યાં પાણીની રેલમછેલ છે.

  એટલે કંટાળીને એ ભાઈ વોર્ડ ઓફિસમાં ફરિયાદ કરવા ગયા.

   પાણીની મોટર આખા શહેરમાં ચાલે છે.૭૫ ટકા લોકોને પૂરતા દબાણથી પાણી મળતું નથી.

  સ્માર્ટ સિટીમાં પાણી ની સ્માર્ટ વ્યવસ્થાને કોઈ સ્થાન નથી.લોકોને વીજબીલમાં લૂંટવા વીજળીના સ્માર્ટ મીટર લાગી ગયા.પણ પાણી ચોરી અટકાવવા પાણીના મીટર લગાવવાની તાકાત નથી.પાણીના માફિયા ટેન્કર ફેરવે છે અને જગ પૂરા પાડવાનો ધંધો કરે છે.એમના પર નેતા - અધિકારીઓ બધાના ચાર હાથ છે.તું અમને સાચવ અમે તને સાચવિશું નું અભય વચન છે.

Reporter: News Plus

Related Post