વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા અર્બન ઈનોવેશન ઈન્ફ્રા. સમીટ યોજવામાં આવી હતી. જેનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ કર્યું હતું.વડોદરાના વિકાસને નવી દિશા આપવા માટે સહિયારા પ્રયાસોને ભાગરૂપે આ સમીટ યોજવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ આ સમિટમાં વિધાનસભા ના મુખ્ય દંડક, ધારાસભ્યો, મેયર, મ્યુનિસીપલ કમિશ્નર, બીજેપી શહેર પ્રમુખ સહિત વિવિધ વિષયના નિષ્ણાંતો અને મ.ન.પા. ના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ય હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે રાજ્યમાં અર્બન ડેવલોપમેન્ટ વર્ષની ઉજવણી અંતર્ગત શહેરના વિકાસ આ કાર્યશાળા જરૂરી છે.

વડોદરા અર્બન ઇન્ફ્રા સમિટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન
વડોદરામાં વરસાદની સીઝન હોય એટલે વિશ્વામિત્રી યાદ આવે પણ હવે એવું લાગે છે કે હવે વાંધો નહીં આવે પરંતુ આવતા વર્ષ સુધી વિશ્વામિત્રીનું કામ પૂરું થઈ જશે કુદરત સામે ક્યારેય બાથ ભીડી ન શકાય તેને સાથે લઈને ચાલવું પડે વિકાસ કરવો હોય તો પર્યાવરણની જાળવણી કરવી પડશે પીએમ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આપણે વિશ્વમાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની રહ્યા છે પહેલા આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા હવે અમેરિકા સાથે બાથ ભીડીને આગળ વધી રહ્યા છે અગાઉ પાલિકામાં એક ગટરનું ઢાંકણું નાંખવું હોય તોય એક મહિનો લાગતો હતો હવે પાલિકાઓ તેનાથી ખૂબ આગળ વધી ગઇ છે સર્વાંગી વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જરૂરી છે મુખ્યમંત્રી એ કહ્યું વડોદરા હવે સ્વચ્છ રહે છે ને અવાજ ન આવતા કહ્યું હજી સ્વચ્છતા માટે આપણે મહેનત કરવી પડશે હજી લોકો ખોંખારીને નથી બોલી રહ્યાં એનો મતલબ હજી વધુ મહેનતની જરૂર મીડિયા આટલી મહેનત કરીને જીવનાં જોખમે સમસ્યા બતાવે તો એને નેગેટિવ ન લેવી જોઇએ એને પોઝિટિવ લઈને સમસ્યા હલ કરવી જોઈએ .શહેરોનાં સર્વાંગી વિકાસ માટે જ 2005 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું .શહેરોમાં વિકાસ માટે આજે આપણે 30 હજાર કરોડના બજેટ પર પહોંચ્યા છે .રોડ રસ્તા પહોળા કરી દેવાથી શહેરનો વિકાસ નથી થઈ જવાનો .આ તો ગાયકવાડની નગરી છે ગાયકવાડી શાસન પાસેથી પણ ઘણું શીખવા જેવું છે .અર્બન ડેવલપમેન્ટ માટે આપણે આપણી મૂળ ફરજો સમજાવી પડશે તો જ વડાપ્રધાનનું વિકસિત ભારતનું સપનું સાકાર થશે સમિટમાં ખૂબ સારા સબ્જેક્ટ છે તેના પર સ્વસ્થ ચર્ચા થશે જેથી 2047 નો ધ્યેય સિદ્ધ થશે નવરાત્રી અને દિવાળીમાં સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવીએ અપીલ કરી હતી.








Reporter: admin







