શહેરમાં બનાવેલ નવા રહેણાંક વિસ્તારમાં ધંધાકીય એકમોની શરૂઆતને પગલે રહેણાંક વિસ્તારમાં રહેતા રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય એવા અનેક બનાવો સામે આવે છે
રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા લોકો સામે પોલીસ ફરિયાદ થઈ હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. શહેરના છેવાડે આવેલ ભાયલી પાસેના ડી-માર્ટ નજીક માઇલસ્ટોન રેસિડેન્સીમાં ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલા એક ઇસમે ગેરકાયદેસર રીતે શેડ બનાવીને પોતાનો ધંધો શરૂ કરી દેતા આ ઇમારતમાં રહેતા રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ફેબ્રિકેશનના વેપારીની હરકતોથી કંટાળીને ભાયલી સ્થિત માઇલસ્ટોન રેસિડેન્સીના રહીશોએ કલેકટર કચેરી સુધી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. આ ઇમારતમાં ગેરકાયદેસર રીતે અવાજના પ્રદુષણ વચ્ચે ફેબ્રિકેશનનું કામ કરનાર વેપારી રહીશોની એક પણ રજુઆત સાંભળી નથી અને ધંધાકીય પ્રવૃત્તિ બંધ કરવાની જગ્યાએ પોતાની દુકાનના આગળના ભાગે લોંખડી શેડ બનાવીને રહીશોને આડકતરી રીતે ચીમકી આપી છે કે તમે ગમે તે અધિકારી કે રાજ્ય સરકારમાં પણ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશો તો પણ તેઓ મારું કશું બગાડી શકશે નહીં.
ભાયલીના માઇલસ્ટોન કોમ્પ્લેક્સમાં અનેક લોકોનો વસવાટ રહેલો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ રહેવાસીઓની રજૂઆતને ધ્યાને રાખીને સત્વરે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનાર આ વેપારી સામે કડક પગલાં લેવા જોઈએ તે જરૂરી બન્યું છે રહેનાક વિસ્તારમાં આ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિને કારણે જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર રહેશે ફેબ્રિકેશનની કામગીરીમાં વેલ્ડીંગ અને ઔદ્યો ઔદ્યોગિક હેતુ માટે વપરાતો એલપીજી ગેસ ને કારણે આગનો બનાવ પણ બની શકે છે. આ ઉપરાંત વેપારી દ્વારા મોટા મશીનોનો ઉપયોગ કરવાથી અવાજ પ્રદુષણ પણ વધ્યું છે જેના કારણે આ કોમ્પ્લેક્ષમાં રહેતા વિધાર્થીઓને તેમના અભ્યાસમાં પણ ખલેલ પહોંચી રહ્યો છે. રહીશોની લેખિત રજુઆત બાદ વહીવટી તંત્ર દ્વારા આ કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવે એવી રહીશોએ માંગ કરી છે.
Reporter: admin