News Portal...

Breaking News :

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અનેક વોર્ડ એવા છે કે જયાં ભાજપને છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડશે

2026-04-21 10:15:53
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અનેક વોર્ડ એવા છે કે જયાં ભાજપને છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડશે


અમદાવાદ : ૨૬ એપ્રિલને રવિવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. મતદાન આડે પાંચ દિવસ બાકી છે ત્યારે શહેરના એક ડઝન વોર્ડમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થવાની સંભાવના વધતી જાય છે.


નો -રીપીટ થીયરીના કારણે જેમની ભાજપે ટિકીટ કાપી છે એવા ઘરના જ અસંતુષ્ટોને સમજાવવા શહેર ભાજપના હોદ્દેદારો અને પૂર્વ ધારાસભ્યને ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડે એવી પરિસ્થિતિ ભાજપ માટે વર્ષો પછી આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે જયારે ઉમેદવારોના નામ અને વોર્ડ પ્રમાણે પેનલ જાહેર કરવામા આવી હતી એ સમયથી અંદાજ લગાવવામા આવી રહયો હતો કે, આ વખતે ભાજપ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એ અંદર અને બહારના ઉમેદવારોને હરાવવાની ચૂંટણી બની રહેશે. ભાજપના આંતરીક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,  જે ભાજપનો ગઢ ગણવામાં આવે છે.આમ છતાં આ વોર્ડ માટે પક્ષ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરાયા તેને લઈને કયાંક છુપો અસંતોષ હતો જે હવે બહાર આવી રહયો છે. 


ભાજપે વોર્ડના ઉમેદવારો જાહેર કર્યા છે તે પૈકી એક મહિલા ઉમેદવારે તેમના પ્રચાર માટે પૂર્વ કોર્પોરેટરો નહીં આવતા હોવાની ફરિયાદ કરી હતી. આ ઉપરાંત જયારે તેઓ પ્રચાર માટે જાય છે તે સમયે અગાઉ કોર્પોરેટર રહી ચૂકેલા કોર્પોરેટરો બહાર પણ આવતા નહીં હોવાની રજુઆત શહેર ભાજપ પ્રમુખ સમક્ષ કરી હતી.જે પછી શહેર ભાજપ પ્રમુખે ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરતા તેમનો ફોન કાપી નાંખતા પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખને વોર્ડમાં મતદાનના પાંચ દિવસ પહેલા ડેમેજ કંટ્રોલ માટે દોડવુ પડયુ હતુ. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માં અનેક વોર્ડ એવા છે કે જયાં ભાજપને છેલ્લી ઘડી સુધી મહેનત કરવી પડશે.

Reporter: admin

Related Post