News Portal...

Breaking News :

જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા, ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ

2026-04-27 10:50:36
જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા, ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ


ટોક્યો : જાપાનના હોકાઈડો ક્ષેત્રમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ છે.  


જેના કારણે ગાઢ નિદ્રામાં રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા મુજબ, ભૂકંપ આજે વહેલી સવારે 5:24 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 01:54 વાગ્યે) આવ્યો હતો. 


ભૂકંપની તીવ્રતા મધ્ય ટોકાચી ક્ષેત્રમાં જાપાનીઝ સ્કેલ પર '5+' નોંધાઈ હતી.રાહતની વાત એ છે કે, આ ભૂકંપ બાદ અત્યાર સુધી સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમજ હજુ સુધી કોઈ મોટી જાનહાનિ કે મિલકતને નુકસાન થયાના અહેવાલો મળ્યા નથી.

Reporter: admin

Related Post