ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહ શહેરના એક ગામમાં પકોડી ખાધા બાદ 20 બાળકો બીમાર પડ્યા હોવાનું અને એકનું મોત થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે.
બીમાર બાળકોમાં એક યુવતી પણ સામેલ છે. મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજટો-કુમ્હરગઢિયા ગામમાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બન્યા બાદ તમામ બીમાર બાળકોને નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હોસ્પિટલમાં દાખલ બાળકોની હાલત જોતા પરિવારોજનો ભારે ચિંતામાં મુકાયા છે. પરિવારના લોકોએ કહ્યું કે, ગામમાં પકોડી વેચનારો આવ્યો હતો, જે ખાધા બાદ એક પછી એક બાળકો બીમાર પડવા લાગ્યા હતા.
ત્યારપછી બીમાર બાળકોની સ્થાનીક સારવાર કરવામાં આવી હતી, પરંતુ તેમાં કોઈ સુધારો થયો ન હતો. જેના કારણે તેમને તાત્કાલીક મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજીતરફ ઘટનાની જાણ થતાં જ અનેક પોલીસ અધિકારીઓ અને એમ્બ્યુલન્સની ટીમો સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં એક પછી એક બીમાર બાળકોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગામના રહેવાસીઓએ કહ્યું કે બે ડઝનથી વધુ બાળકો બીમાર છે. ઘટનામાં છ વર્ષના રંજન કુમાર નામના બાળકનું મોત થયું છે.
Reporter: admin







