કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર આજે એક ભયાવહ અકસ્માત સર્જાયો હતો.
પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ ફંગોળાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ખીનજી પરિવારના સભ્યો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાલોલ પાસે તેમને રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો.
મૃતકોમાં 55 વર્ષીય સાજિદ ઈકબાલ ખીનજી, 50 વર્ષીય ઈલિયાસ ઈકબાલ ખીનજી, 48 વર્ષીય ઈશાક ઈકબાલ ખીનજી અને 35 વર્ષીય રેહાન અજગર ખીનજીનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના મોતથી વડોદરામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Reporter: admin







